Western Times News

Gujarati News

જામનગરમાં કિરીટ જાેષીની હત્યામાં કુલ ૬૦ લાખની સોપારી ચુકવાઇ હતી

જામનગર: કુખ્યાત જયેશ પટેલની ધરપકડનો મામલે મોટો ખુલાસો થયો છે. જયેશ પટેલને ભારત પરત લાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લંડનમાં જયેશ પટેલની ધરપકડ કરાઇ હતી. ત્યારે એક આરોપીને લઇ નેપાળમાં પણ તપાસ ચાલી રહી છે જેમાં ૬૦ લાખની સોપારી ચૂકવાઇ હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. કિરીટ જાેષી હત્યા કેસમાં તપાસ તેજ બની છે અને એક આરોપીને લઇ પોલીસે નેપાળમાં તપાસ કરી રહી છે. કુલ ૬૦ લાખની સોપારી ચૂકવાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓને ૩ કરોડની સુપારી આપી હતી.

જામનગરના વકીલ કિરીટ જાેશીની એપ્રિલ, ૨૦૧૮માં હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયેલા કુખ્યાત જમીન માફિયા જયસુખ મૂળજીભાઈ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ લંડનથી ઝડપાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જમીન માફિયા જયેશ પટેલને આજે લંડન કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભારત લાવવા માટે કોર્ટમાં મંજૂરી માંગવામાં આવશે.મહત્વનું છે કે, ૨ મહિના અગાઉ બ્રિટનમાં હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. અગાઉ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ બ્રિટનમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ખંડણી માટેના કોલ્સ ટ્રેસિંગ કરાતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ ભારતે બ્રિટનને જયેશ પટેલને ઝડપવા માટે તાકીદ કરી હતી. રજૂઆતમાં ઈન્ટર પોલની નોટિસનો પણ ઉલ્લેખ કરાયો હતો. વકીલ કિરીટ જાેષીની હત્યાના કેસમાં ધરપકડ કરવા માંગ કરવામાં આવી હતી.

જયેશ પટેલ વકીલ કિરીટ જાેશીની હત્યાનો મુખ્ય આરોપી છે. સૌથી પહેલા વિશાલ માડમ સાથે ભૂમાફિયાગીરી શરૂ કરી હતી. ટૂંકાગાળામાં જ જયેશ પટેલ માલેતુજાર બની ગયો હતો. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. જમીન પચાવી પાડવી, ખંડણી, અપહરણ હત્યા સહિતના અનેક ગુનાઓ તેના નામે છે. અલગ અલગ કેસમાં ૪૦થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જાેશીની જાહેરમાં હત્યા કરી હતી. વર્ષ ૨૦૧૮માં વકીલ કિરીટ જાેશીની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હતી. કિરીટ જાેશી હત્યા કેસમાં સાક્ષીઓને જયેશ પટેલે ધમકી આપી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા છે. કિરીટ જાેશીની હત્યા મામલે અગાઉ ૩ સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે. ૨૦૧૮માં અમદાવાદના ૨, રાજકોટથી ૧ એમ કુલ ૩ સાગરિતોની ધરપકડ થઈ હતી.

જયેશ પટેલ વિરૂદ્ધ જમીન પચાવી પાડવી, હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજાે સહિતના ૪૨ ગુના દાખલ છે. જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કાયદો પણ લગાવાયો છે. જામનગરના વકીલ કિરીટ જાેશીની હત્યા કેસમાં સંડોવણી છે. લાંબા સમયથી ફરાર જયેશ પટેલને જામનગર સેશન્સ કોર્ટે આર્મ્સ એક્ટ, કાવતરા અને ધાક-ધમકીના કેસમાં હાજર થવા આદેશ પણ આપ્યો હતો. જાેકે જયેશ પટેલ હાજર થયો ન હતો.

જયેશ પટેલ અને તેની ગેંગને નેસ્તનાબૂદ કરવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે જામનગરમાં જીઁ તરીકે દીપન ભદ્રનની નિમણૂંક થયા બાદ જયેશ પટેલના કારનામા રાજ્યચર્ચિત બની ગયા છે. તો બીજી તરફ જામનગરના ચકચારી વકીલ કિરીટ જાેશી હત્યા કેસમાં પોલીસે હત્યારાઓની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. દિલીપ, હાર્દિક ઠક્કર અને જંયત ગઢવીની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર કેસની ધરપકડ જામનગર પોલીસને સોંપાઇ હતી. જયેશ પટેલની વકીલ કિરીટ જાેશીની હત્યા કેસમાં સંડોવણી છે. જયેશ પટેલના સાગરિત અતુલ ભંડેરી, વસરામ મિયાત્રા, નિલેશ ટોલિયા, સહિતના હાલ જેલ હવાલે છે. જ્યારે રમેશ અભંગી અને સુનિલ ચાંગાણી ફરાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.