જામનગરમાં તલાટી મંત્રી કાર સાથે પાણીમાં તણાયા
જામનગર, બુધવારે જામનગર જિલ્લામાં સમગ્ર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી કરતા ઊભા પાકને જીવતદાન મળ્યું છે, જેથી જગતના તાતની મૂંઝવણ ઘટી છે. જામનગર જિલ્લામાં વરસાદે ક્યાંક મહેર તો, ક્યાંક કહેર પણ વરસાવ્યો છે. જામજાેધપુર પંથકમાં ભારે વરસાદને પગલે કોઝવેમાં આવેલા પૂરમાં તલાટી કાર સાથે તણાયા હતા. જાેકે, સ્થાનિકો અને ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કરી તલાટી કમ મંત્રીને આબાદ બચાવી લીધા હતા.
જામનગર જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદની અછત હતી અને જગતના તાતની મુશ્કેલીઓ વધી હતી, તેવા સમયે જન્માષ્ટમીના તહેવારો બાદ વરસાદી માહોલ સમાચાર જામનગર જિલ્લામાં પણ દશમના દિવસે દશે દિશામાંથી મેઘરાજાએ જાણે મહેર કરી હોય તેમ જિલ્લાના તમામ તાલુકામાં બેથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
જામનગર જિલ્લાના જામજાેધપુર પંથકમાં આવેલ આંબરડી અને નંદાણા વચ્ચેના કોઝવેમાં મોડી સાંજે કાર લઇને જઇ રહેલા તલાટી તણાયા હતા. જામજાેધપુર પંચ આંબરડી ડેરી ગામના તલાટી કમ મંત્રી રૂપેશભાઈ સુથાર પોતાની કાર લઇને નીકળ્યા હતા અને ધ્રાફા તરફ જઈ રહ્યા હતા. આ સમયે કોઝવેમાં પાણી આવ્યું હતું અને પાણીના પૂરમાં કાર સાથે તેઓ તણાયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ સ્થાનિક લોકો સાથે પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડના કાફલાએ બોલાવી રેસ્ક્યૂ કરી તલાટી કમ મંત્રીને બચાવી લેવાયા હતા. જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદની વિગતો મુજબ જાેડિયા પંથકમાં ૧૦૨ મિ.મી. એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
લાલપુર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલ પંથકમાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ૫૩ મિ.મી. એટલે કે ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જામજાેધપુર પંથકમાં પણ બે ઇંચ જેટલો વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે.
બુધવારે જામનગર જિલ્લામાં તમામ ૬ તાલુકામાં દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. રાત્રિના સમયે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.SSS