જામનગરમાં બીજી દીકરીની લાજ લૂંટાઈ, સગીરા પર દુષ્કર્મ
જામનગર: જામનગરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. જામજોધપુર વરવાળા ગામમાં સગીરા પર દુષ્કર્મ આચરાર્યું છે. આજથી આઠ મહિના અગાઉ એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આઠ મહિના અગાઉ સગીરા પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. તેમજ સગીરાના ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા દ્વારા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. સગીરા આજે પુખ્ત વયની થયા બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જોકે, આ ઘટનાને કારણે તેના પિતાનું પણ મોત નિપજ્યું છે. જામનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મની આ બીજી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામજોધપુર તાલુકાના વરવાળા ગામે રહેતી સગીરા બે દિવસ પહેલા જ પુખ્ત વયની થઈ છે. પરંતુ છ મહિના પહેલા કુતિયાણામાં રહેતો અશ્વિન વાઢિયા નામનો યવક હેરાન કરતો હતો. આ યુવકે તેના પર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. તેના ભાઈ અને પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને તે સગીરા સાથે ખોટું કામ કરતો હતો.
તેથી તે ચૂપ રહી હતી. પરંતુ આ વાતની જાણ તેના પિતાને થઈ હતી. આઘાતમાં સરી પડેલા પિતાએ મોતનો રસ્તો અપનાવ્યો હતો. તેઓએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. તાજેતરમાં જ તેમનુ મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે પુખ્ત થયા બાદ સગીરાએ પોલીસ સ્ટેશનમાં અશ્વિન વાઢિયા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આઈપીસીની કલમ- ૩૭૬ (૨), પોકસો મુજબ ગુનો નોંધી સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. જામનગરમાં ગેંગરેપની ઘટના હજી તાજી જ છે. સપ્તાહમાં સગીરા સાથે દુષ્કર્મનો બીજો કિસ્સો સામે આવ્યો છે.