જામનગરમાં બ્રાસ પાર્ટસના કારખાનેદારે ગળાફાંસો ખાધો
જામનગર, જામનગરના એક કારખાનેદારે ચંદ્રાગા ગામે આવેલી પોતાની વાડીએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી જયારે અન્ય્ એક કિસ્સામાં પત્ની સાથે છુટુ થતા ગુમસુમ રહેલા યુવાને પણ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે.
જામનગરની સત્યમ કોલોની પાસે આનંદ કોલોનીમાં રહેતા મૌલિકભાઈ મુકેશભાઈ નારિયા નામના ર૩ વર્ષના પટેલ યુવાને ગત શનિવારે પોતાની ચંદ્રાગા ગામે આવેલ વાડીમાં કોઈ અકળ કારણોસર દોરડા વડે ગળાફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી. આ અંગે જાણ કરતા પોલીસે મૌલિકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃતકના પિતા મુકેશભાઈ નારિયાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય કિસ્સામાં જામનગરના પવનચક્કી વિસ્તારમાં આવેલ બાવાવાડમાં રહેતા નિશીત જીતેશભાઈ ચૌહાણ નામના ર૧ વર્ષના દેવીપૂજક યુવાને પોતાના ઘેર પંખામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેન જાણ તેની માતા આશાબેનને થતાં તેઓએ તાત્કાલીક પોલીસને જાણ કરી હતી
પોલીસે મૃતદેહનો કબજાે લઈ તેની માતાનું નિવેદન નોંધ્યું છે જેમાં પોતાના પુત્રના અગાઉ લગ્ન થયા હતા તે પછી બે મહિના પહેલા જ પુત્રવધુએ છુટાછેડા લઈ લેતા નિશીત ગુમસુમ રહેતો હતો અને તેના કારણે આત્મહત્યા કરી લીધાની બાબતો વર્ણવી હતી.