જામનગરમાં PGVCL ગંદકીનું નિમિત્ત બન્યું
જામનગર, જામનગરમાં પીજીવીસીએલ દ્વારા શહેરભરના રસ્તાઓ અને ગલીઓમાં આવેલા ટ્રાન્સફોર્મર સબસ્ટેશનની આજબાજુમાં બે-બે ફૂટ જગ્યા મૂકી લોખંડની ગ્રીલ મારવમ આવી હતી. જેથી પશુ કે માનવી શોર્ટ સર્કિટની ઘટનાનો ભોગ બને નહીં પરંતુ પ્રારંભં સૂરા જેવા આ લોખંડની ગ્રીલ ફિટ કરવાના કાંડમાં ફક્તને ફક્ત ગ્રીલ ફીટ કરી રસ્તાઓને સાંકડા બનાવાયા તેમજઆ સબસ્ટેશનો ફરતે ગ્રીલ લાગેલ હોય તેને કચરાનાં કેન્દ્ર બનાવી દીધા.
શહેરમાં અગાઉ પણ આવા સબસ્ટેશનોની જાળીની અંદર કચરો નાખવામાં આવતો અને ટીખળખદોરો દ્વારા આગ લગાડવાની ઘટના બની છે ત્યારે પીજીવીસીએલ દ્વારા પાંચ બાય પાંચ કે પાંચ બાય દસની ઉભી કરવામાં આવેલી લોખંડની જાળી હાલ તો અંદરના ગાળાઓને કારણે ગંદકીનું સ્થળ બની છે.
જામનગર મ્યુ.કો.ના સફાઈ કામદારો ઈચ્છે તો પણ અંદર સફાઈ કરી શકે નહીં તેવી પરસ્થિતિ નિર્માણ થતાં શહેરભરમાં આવેલી આ લોખંડની જાળીની કચરા પેટીઓ જે પીજીવીસીએલની દેન છે ત્યાં ગંધાતો કચરો મચ્છરોના ઉત્પાદનનું ઘર બની ગયું છે. જાે કે, આ બાબતની જ્યારે અગાઉ પણ ઃઠાવવામાં આવી હતી ત્યારે પીજીવીસીએલ દ્વારા સોના ઉપર ઘડામણ સમાન ક્યાંક-ક્યાંક આવી કચરા પેટીઓમાં આરસીસી વર્ક કરી ઓટલીઓ બનાવવામાં આવી હતી પરંતુ આ ઓટલીઓ પણ પીજીવીસીએલના કેટલાક અધિકારીઓના ખિસ્સા ભરવાનું વધુ એક નિમિત્ત બની હતી.
હાલમાં ઘણા સ્થળો પર આ લોખંડની પાંચ-પાંચ ફૂટ ઉંચી ગ્રીલ, આગળીયા, નકુચા અને તાળાં સાથે પગ કરી ગઈ હોવાનું જાેવા મળે છે. જાે કે આવી આજ સુધીમાં ચોરીની એકપણ ફરિયાદ પીજીવીસીએલ દ્વારા નોધાવવામા આવી હોવાનું ધ્યાનમાં આવતંું નથી.
ત્યારે હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે અંગે જામનગર મ્યુ. કો. કમિશ્રનર આ અગે પીજીવીસીએલને ગંદરી કરવા સબબ નોટીસ આપશે કે કેમ ? પીજીવીસીએલના અધકારીઓ જાતે જાગૃત બની અને ગંદકીરના થર દૂર કરે તો શહેરના નાગરિકોનું સદ્ભાગ્ય ગણાશે.