જામનગર: કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત, 1ની હાલત ગંભીર
જામનગર, રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. વાહન ચાલકની નજીવી ભૂલના કારણે અનેક લોકોના અકસ્માતમાં કમોતે મોત થાય છે. આવો જ એક ગંભીર અકસ્માત જામનગર નજીક સર્જાયો છે, જેમાં 5 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જુનાગઢ હાઈવે પર કાલાવડ નજીક ભાવુભા ખીજડીયા ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો છે, જેમાં 5 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા, જ્યારે ત્રણની હાલત ગંભીર બતવવામાં આવી રહી છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની ઘટના કાલાવડ નજીક ભાવુભા ખીજડીયા ગામ પાસે બની હતી, અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના તો ફૂરચેફૂરચા ઉડી ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને બચાવકાર્ય શરૂ કરી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કાર જૂનાગઢથી જામનગર પરત ફરી રહી હતી તે સમયે અક્સમાતનો ભોગ બની છે.