જામનગર દરેડ GIDCના પૂર્વ હોદ્દેદારોએ વર્તમાન હોદ્દેદારો પર ગેરવહીવટનો આક્ષેપ કર્યો
જામનગર, દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પૂર્વ હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજી વર્તમાન હોદ્દેદાોર દ્વારા આચરવામાં આવેલા ગેરવહીવટ અંગેની આક્રોશભરી વાસ્તવિકતા વર્ણવી મસમોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જાેકે ગત ચૂંટણીમાં પણ હોદ્દેદારો દ્વારા અપનાવવામાં આવેલી પ્રણાલી આગામી ચૂંટણી સંદર્ભે પુનઃ આરંભવામાં આવ્યો હોવાની બાબતોનો ઉદ્યોગકાોરમાં ગણગણાટ આરંભાયો છે.
જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પૂર્વ પ્રમુખ દિનેશ બી ચાંગાણી, પૂર્વ માનદમંત્રી દિલીપ ચંદરીયા સહિતના હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પૂર્વ હોદ્દેદારો દ્વારા પત્રકારોને જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન હોદ્દેદારો દ્વારા ગટરના ગંદા પાણીના નિકાલ માટે એસોસિયેશનના નામે
અલગ-અલગ બે બીલો મુકી ૧.૮૦ લાખથી વધુ રકમ ખાતામાંથી મેળવી હોવાનું તેમજ જીઆઈડીસીના અધિકારીઓ દ્વારા એસોસીએશનના પોતાના નામના બિલો મુકવાની મનાઈ ફરમાવતા હોદ્દેદારો દ્વારા સફાઈ કામના પેટા કોન્ટ્રાકટરના નામે બિલની પ્રોસીજર હાથ ધરી રૂ.૧.૪૯ લાખથી વધુની રકમ મેળી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ર૦ર૦મા જયારે દેશમાં કોરોના મહામારીને લીધે લોકડાઉન હતું ત્યારે જીઆઈડીસી વિસ્તાર પણ સંપૂર્ણ બંધ રહેવા પામ્યો હતો. પરંતુ તે સમયમાં એસો.ના હોદ્દેદારો દ્વારા જીઆઈડીસી ફેસ-૩ વિસ્તારમાં એપ્રિલ અને મે મહિનાનું સફાઈ કામનું બિલ રૂ.૩.પ૮૭ લાખથી વધુ રકમનું બિલ ખાનગી એજન્સીના નામે મુકી આ રકમ મેળવી લીધાની
તેમજ હોદ્દેદારો દ્વારા એસોસિએશનમાંથી વિવિધ રકમ મેળવી મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની બાબતો જણાવવામાં આવી હતી. આ ઉપરાંત નવા હોદ્દેદારો ગેરરીતિ ન કરી હોય તો સ્પેશ્યલ ઓડિટ કરાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવી જાેઈએ તેવી માંગણી પૂર્વ હોદ્દેદારો દ્વારા દર્શાવવામાં આવી હતી.