જામનગર પંથકમાં ભૂકંપનો આંચકો આવતા ભયનો માહોલ
જામનગર: જામનગર જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લાલપુરથી ૨૭ કિમિ દૂર કૃષ્ણગઢ ગામે કેન્દ્રબિંદુ નોંધાયું છે. ૧૦ઃ૩૨ મિનિટે આવ્યો ૩.૫ તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
લાલપુર પંથક સહિત જિલ્લાભરમાં ભયનો માહોલ ફેલાયો છે. લાંબા સમય બાદ ફરી ઘરા ધ્રુજતા ગ્રામ્ય પંથકમાં ભય જાેવા મળી રહ્યો છે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.