જામીન પરથી ફરાર કાચા કામના આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લીધો
કાલીયાપુરા રાજપારડી નો આરોપીને માર્ચ મહિનામાં કોરોના ના કારણે પેરોલ પર મુક્ત કર્યો હતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ ગતરોજ ફરાર કેદીઓ આરોપીઓને પકડવા માટે ઝઘડિયા તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે રાજપારડી પોલીસ સ્ટેશનના ગુનામાં કાચા કામના ફરાર આરોપીની તપાસમાં હતી.
.રાજપારડી પોલીસ સ્ટેશનના ગુનાનો કાચા કામનો આરોપી સંજય બાબુ ભાઈ પટેલ રહે. રાજપારડી, કાલીયાપુરા તા. ઝઘડીયા નાઓને નામદાર કોર્ટ દ્વારાઆ કાચા કામના આરોપી સંજય બાબુભાઈ પટેલને કોરોના મહામારીના કારણે કોરોના વાઇરસ સામે સાવચેતી ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ ભરૂચ દ્વારા તારીખ ૩૦/૦૩/૨૦૨૦ ના રોજ ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવયો હતો અને આ આરોપીએ તારીખ ૦૧ .૦૧ .૨૧ ના રોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હતુ
પરંતુ તે હાજર ન થતાં ફરાર થયો હતો.ફરાર આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે આજરોજ તારીખ ૪.૧.૨૧ ના રોજ હસ્તગત કરી અને હાલની મહામારીની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા તેમજ આરોપીનો કોવિડ ટેસ્ટ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા રાજપારડી પોલીસ સ્ટેશનને સોંપવામા આવ્યો હતો.