જામીન પરથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ ખેડા
(તસ્વીર: સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજય ગાંધીનગર નાઓની કચેરી તરફથી ગુજરાત રાજયમાં પેરોલ , ફર્લો , વચગાળાના જામીન ઉપરથી ફરાર તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર અને જેલ ફરારી કેદીઓને પકડવામાં માટે આદેશ આપવામાં આવેલ
જે આદેશની અમલવારીના ભાગરૂપે પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓ તરફથી ખેડા જીલ્લામા પેરોલ , ફર્લો , વચગાળાના જામીન ઉપરથી ફરાર તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર અને જેલ ફરારી કેદીઓને પકડવા માટે ખાસ આદેશ આપવામાં આવેલ
જેમાં સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી એસ.ઓ.જી.પેરોલ ફર્લો સ્કોડની અલગ – અલગ ટીમો બનાવી દિવસે તેમજ રાત્રીના સમયે અસરકારક પેટ્રોલીંગ કરી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના આપેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે પો.ઇન્સ.એમ.ડી.પટેલ એલ.સી.બી ખેડા
– નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ.વી.એ.ચારણ નાઓ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઇ.અરવીંદસિંહ તથા હેડ.કોન્સ.હરીશભાઇ તથા હેડકો , ચિંતનકુમાર તથા હેડકો વનરાજસિંહ તથા હેડકો . વિજયસિંહ તથા પો.કો. કાળુભાઇ તેમજ પો.કો. મહેન્દ્રસિંહ વિગેરે
પોલીસ માણસો સાથે સરકારી તથા ખાનગી વાહનમાં નડીયાદ પશ્ચિમ પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા – ફરતા વલ્લભનગર ખાતે આવતા સાથેના હેડ.કોન્સ.હરીશભાઇ તથા હેડકો.ચિંતનકુમાર નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે બિલોદરા જિલ્લા જેલનો વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપી
ઝાલા ગણેશભાઇ મારવાડી રહે.પટેલ બેકરી નૈરોબી સોસાયટી પાસે છાપરામાં નડીયાદ નાનો તેમના ઘર ખાતે આવનાર હોય અને શરીરે કાળા કલરની ટી – શર્ટ તથા કમરના ભાગે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે અંગેની ચોક્કસ બાતમી હકીકત મળતા ઉપરોકત વર્ણનવાળો ઇસમ મળી આવતા ઉપરોકત આરોપીને અટક કર્યા અંગે નડીયાદ પશ્ચિમ પો.સ્ટે.ખાતે સ્ટે.ડામાં નોંધ કરાવી બિલોદરા જેલ ખાતે બાકીની સજા ભોગવવા સારૂ યોગ્ય પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે .*