આર્યનના જામીન પર ચુકાદા બાદ શાહરૂખની મેનેજર રડી પડી
મુંબઇ, કોર્ટે મુંબઈ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૭ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. કોર્ટના આ ર્નિણયને એનસીબી માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
કોર્ટની સુનાવણી દરમિયાન શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી પણ હાજર હતી. પૂજા સતત રડતી હતી.પુજા છેલ્લા કેટલાય સમયથી શાહરૂખની મેનેજર છે અને આર્યન સાથે પણ તેને સારૂ બને છે પરંતુ આર્યનની હાલત તેનાથી જાેઈ શકાતી ન હતી અને તે કોર્ટમાં જ રડવા લાગી હતી અહીં હાજર રહેલા લોકો તેને સાંત્વના આપી હતી .
જણાવી દઈએ કે આર્યન ખાન ડ્રગ્સના સંબંધમાએનસીબીની કસ્ટડીમાં આવ્યો છે. આ કેસમાં નવા સુધારાઓ જાેતા આર્યને ક્રૂઝની રાત્રે કોર્ટમાં શું થયું તેની સંપૂર્ણ વિગતો આપી.આર્યનના વકીલે તેના વતી કહ્યું કે, “હું ક્રુઝ ટર્મિનલ પર પહોંચ્યો, જ્યાં અરબાઝ પણ ત્યાં હતો. હું તેને ઓળખતો હતો, તેથી અમે બંને એક સાથે જહાજ તરફ આગળ વધ્યા. હું ત્યાં પહોંચ્યા કે તરત જ તેણે મને પૂછ્યું કે શું હું ડ્રગ્સ લઈ જઈ શકું છું.એએમ શું કરી રહ્યા છે? મળવાની મંજૂરી આપી. “HS