જામીન રદ થતાં રિયા અને શૌવિક હજુ પણ જેલમાં જ રહેશે
મુંબઇ, સુશાંતસિંહ કેસથી જાેડાયેલ ડ્રગ્સ મામલામાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીને એક વધુ આંચકો લાગ્યો છે જેલમાં બંધ રિયા શૌવિક સહિત અન્ય આરોપીઓની જામીન અરજીને મુંબઇની એક કોર્ટે ફગાવી દીધી છે.મુંબઇની સ્પેશલ કોર્ટે રિયા ચક્રવર્તી શૌવિક ચક્રવર્તી દીપેશ સાવંત સૈમુઅલ મિરાંડાની જામીન અરજી ફગાવી દીધી હતી. આ તમામની નારકોટિકસ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. ૨૨ સપ્ટેમ્બર સુધી મુંબઇની ભાયખલા જેલમાં બંધ રિયાએ પોતાની જામીન અરજી માટે મુંબઇની એક વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી હતી જેના પર કોર્ટે નિર્ણય સંભળાવ્યો આ પહેલા સુશાંત સિંહ રાજપુતના મોત સાથે જાેડાયેલ ડ્રગ્સ મામલામાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની જામીન અરજીઓ પર કોર્ટે ગુરૂવારે સુનાવણી પુરી કરી લીધા હતાં અને નિર્ણય અનામત રાખ્યો હતો.
મુંબઇની વિશેષ અદાલતનો નિર્ણય આવ્યા બાદ રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેે કહ્યું કે અમે કોર્ટના આદેશની કોપીની રાહ જાેઇ રહ્યાં છીએ અને મળી ગયા બાદ આગામી અઠવાડીયા સુધી આ મામલામાં હાઇકોર્ટ જવાને લઇ નિર્ણય કરવામાં આવશે. હકીકતમાં આ બીજીવાર છેકે રિયાની જામીન અરજી રદ કરવામાં આવી છે આ પહેલા મેજિસ્ટ્રેટ અદાલતે રિયા ચક્રવર્તીને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો હાલ રિયા ચક્રવર્તી ડ્ગ્સ કેસમાં મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે નારકોટિકસ કંટ્રોલ બ્યુરોએ રિયા ચક્રવર્તીની મંગળવારે ધરપકડ કરી હતી અને તે દિવસે કોર્ટે ૨૨ સપ્ટેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપી હતી. આ પહેલા મંગળવારે મજિસ્ટ્રેટ અદાલતે રિયા ચક્રવર્તીને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો ત્યારબાદ રિયાએ જામીન માટે બીજીવાર પ્રયાસ કર્યો છે જેના પર આજે નિર્ણય આવ્યો.HS