જાયન્ટ્સ મોડાસા વંચિતોના વહારે : ગરીબ પરિવારોને NFS કાર્ડ કઢાવી આપ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: જાયન્ટ્સ મોડાસા દ્વારા સરકારશ્રી ની યોજનાઓનો આપવામાં આવતૉ લાભ લાભાર્થીઓને પહોંચે તે હેતુસર *વંચિતોને વહારે* કાર્યક્રમ દ્વારા ખરેખર જરૂરીયાત મંદને તહેવારોમાં સરકાર દ્વારા મળતો અનાજનો જથ્થો પહોંચે તેવા લાભાર્થીઓને જાયન્ટ્સ મોડાસા દ્વારા એ.પી.એલ. કાર્ડ વાળા ખરેખર ગરીબી રેખા નીચે આવતા પરિવારને એન.એફ. એસ.કાર્ડ બનાવી આપી આજે તેમને સુપ્રત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશનના ચેરમેન નિલેશ જોશી (વાઇસ ચેરમેન જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન) સુરેન્દ્રસિંહ રાઠોડ (ઉપપ્રમુખ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ઝોન -1) જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ જાયન્ટ્સ મોડાસા મંત્રી પ્રવીણ પરમાર અમિત કવિ, દક્ષેશ પટેલ , ભગિરથ કુમાવત (ડાયરેક્ટર મિડિયા સેલ) અને ગરીબ પરિવારોને એન.એફ.એસ. કાડૅ બનાવવા સક્રિય જહેમત ઉઠાવી છે તેવા રમણભાઈ પ્રજાપતિ અને સર્વે 20 લાભાર્થીઓ હાજર રહ્યા હતા આ તહેવારમાં દિવા તો પ્રગટે પણ જરૂરીયાત મંદના ઘરે ચુલા પ્રગટે તેવા હેતુ થી આ તહેવાર પહેલાં તેમને એન.એફ. એસ.બનાવી સુપ્રત કરવામાં આવ્યા હતા