Western Times News

Gujarati News

જોલી પોતાના બાળક મોટા થયા બાદ ફરી સક્રિય

લોસએન્જલસ, હોલિવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રી અને વિશ્વની સૌથી મોટી સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવતી ખુબસુરત એન્જેલિના જોલી હવે બાળકો મોટા થયા બાદ પોતાના જુદા જુદા સામાજિક કાર્યોમાં ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. સાથે સાથે કેટલીક નવી ફિલ્મમાં કામ કરી ચુકી છે. તેના કરોડો ચાહકો માટે સારા સમાચાર છે. તે આ વર્ષે ત્રણ ફિલ્મમાં નજરે પડનાર છે. જે પૈકી એક વન એન્ડ ઓનલી ઇવાન ફિલ્મનો સમાવેશ થાય છે. આ પિલ્મ ૧૪મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત તે સુપરહિરોની ફિલ્મ ઇટરનલ્સમા કામ કરી રહી છે. જે છઠ્ઠી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત તેની પાસે થ્રીલર ફિલ્મ દોઝ હુ વીસ મી ટુ ડેડ પણ છે. જેની રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જાલીનુ કહેવુ છે કે બાળકો પોતાની જવાબદારી સમજવા લાગી ગયા છે. જેથી જોલી બાળકો પર હવે ઓછુ ધ્યાન આપી રહી છે. પોતાના કામો પર ફરી ધ્યાન આપી રહી છે. બાળકો મોટા થતા તેની જવાબદારી હવે હળવી થઇ ગઇ છે. સુપરસ્ટાર અભિનેત્રીઅ હાલમાં પ્રથમ વખત કબુલાત કરી છે કે અભિનેતા બ્રાડ પીટ સાથે સંબંધો તુટી ગયા બાદ તે બિલકુલ ખુશ ન હતી.

રિપોર્ટની વાત માનવામાં આવે તો એન્જેલિના જોલીએ હાલમાં જ એક અગ્રણી અગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં આ મુજબની વાત કરી હતી. તેને કબુલાત કરતા કહ્યુ છે કે તે એકલાપણાથી ખુશ ન હતી. તે બ્રાડ પીટ સાથ ક્યારેય છુટાછેડા લેવા માટે તૈયાર ન હતી. સમાચાર પત્ર સિડની મોર્નિગ હેરાલ્ડની સાથે એક ઇન્ટરવ્યુમાં જોલીએ કહ્યુ છે કે તે છેલ્લા કેટલાક સમયનો ગાળો પોતાના બાળકોની કાળજીમાં ગાળ્યો છે.

બ્રાડ પીટ અને જાલીએ વર્ષ ૨૦૦૪થી સાથે રહેતા હતા. તેમના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. તેમના છ બાળકો છે. જેમાં દત્તક લીધેલા બાળકો સામેલ છે. જાલી અને બ્રાડ પીટની જાડીને હોલિવુડમાં સૌથી લોકપ્રિય જોડી તરીકે ગણવામાં આવતી હતી. માત્ર બોલિવુડમા જ નહી બલ્કે બલ્કે હોલિવુડ અને સમગ્ર ચાહકોમાં આ જોડી ખુબ આદર્શ બની ગઇ હતી. એન્જેલિના જોલી હોલિવુડમાં હવે ખુબ ઓછી ફિલ્મ હાલમાં કરી રહી છે. તે સામાજિક કાર્યો સાથે હવે સંયુક્ત રાષ્ટ્‌ સાથે જોડાઇ ગઇ છે. જો કે ફિલ્મના નિર્માણનાક્ષેત્રમાં તે આગેકુચ કરી ગઇ છે. તેના ચાહકો જોલીની ફિલ્મને લઇને રાહ જોઈ રહ્યા છે. તેમની ઇચ્છા હવે પુર્ણ થવા જઇ રહી છે. જાલીએ તમામ પ્રકારની એક્શન અને રોમાન્સની ફિલ્મો જોરદાર રીતે કરી છે. તે ટોપ સ્ટાર અભિનેત્રી તરીકે રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.