જાસુસી કાંડની તપાસ માટે મમતાએ પેનલ બનાવી
કોલકતા: પેગાસસ ફોન હેકિંગ મામલાની તપાસ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બે સભ્યોની તપાસ પંચની રચના કરી છે આ તપાસ પંચમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિવૃત જજ સામેલ થશે એ યાદ રહે કે મમતાએ આ નિર્ણય તે સમયે લીધો છે જયારે તેમના ભત્રીજા અને ટીએમસી મહામંત્રી અભિષેક બેનર્જીનું નામ પણ તે સંભવિતોની યાદીમાં આવ્યું છે જેમના ફોન પેગાસસ સ્પાઇવેયરથી હૈંક કરવામાં આવ્યા હોય
જાસુસી કાંડની તપાસ માટે પંચની રચનાનો નિર્ણય મમતાની અધ્યક્ષતામાં થયેલ વિશેષ કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.મમતા બેનર્જીએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે જાસુસી કાંડની તપાસ માટે કેન્દ્ર પંચ બનાવે પરંતુ કેન્દ્ર હાથ પર હાથ ધરી બેસી છે આથી અમે આ મામલાની તપાસ માટે તપાસ પંચની રચના કરી છે. બે સભ્યોવાળી આ પેનલની અધ્યક્ષતા કોલકતા હાઇકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ જયોર્તિમય ભટ્ટાચાર્ય કરશે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન ભીમરાવ લોકુર પણ આ પેનલમાં સામેલ હશે