જાસ્મિનને ઘરથી જતા જાેઈને અલીને અસ્થમાનો એટેક
મુંબઈ: આ અઠવાડિયે ‘બિગ બોસ ૧૪’માં બેઘર થવા માટે ૪ સદસ્યો નોમિનેટ હતા, જેમાં જાસ્મિન ભસીન, અલી ગોની, અભિનવ શુક્લા અને રુબીના દિલૈકનું નામ હતું. એવિક્શન કરવા માટે સલમાનને ચારેય સદસ્યોને ગાર્ડન એરિયામાં બોલાવ્યા અને અન્ય ઘરવાળાને અંદર જ રોકાવા માટે કહ્યું.
આ બાદ સલમાને તે ચારેય સાથે ‘ફ્રીઝ અને રિલીઝ’વાળી પ્રક્રિયા શરૂ કરી. તેમાં સલમાન જે નોમિનેટ સદસ્યનું નામ લે, તે એક સ્ટેપ આગળ આવી જતો હતો. આમ કરતા કરતા રેડ બોક્સમાં જાસ્મિન અને અભિનવ સૌથી છેલ્લા પહોંચે છે.
બાદમાં સલમાન જાસ્મિનનું નામ લે છે અને તેને ઘરથી બેઘર થવા માટે કહે છે. આ માટે તે જાસ્મિનને સોરી બેબી પણ કહે છે. જાસ્મિનના બેઘર થવાનું સાંભળતા જ અલી પોતાના પર કાબુ નથી રાખી શકતો અને જાસ્મિનને હગ કરીને રડવા લાગે છે. રડતા-રડતા અલી ગોનીને અસ્થમા એટેક પણ આવી ગયો.
આ જાેઈને જાસ્મિન ઘરના બાકીના સદસ્યોને ભાગીને અલીને પંપાળવા માટે કહે છે. સલમાન પણ આ બધુ જાેઈને ભાવુક થઈ જાય છે. તેમણે અલીને ઊંડો શ્વાસ લઈને સ્ટ્રોગ બની રહેવા માટે કહ્યું. પરંતુ અલી, જાસ્મિનથી અલગ થવાનું દુઃખ સહન ન કરી શક્યો.
તેને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. અલી, સલમાન ખાનને વિનંતી કરે છે કે તેને જાસ્મિનની સાથે શોમાંથી બહાર જવા દેવામાં આવે. તે કોઈના કન્ટ્રોલમાં ન આવ્યો. જાસ્મિનના ગયા બાદ અલી ગોનીએ ઘરની વસ્તુઓ આમથી તેમ ફેંકવાનું શરૂ કરી દીધું અને ત્યારે રાહુલ વૈદ્ય તેને સમજાવતો રહ્યો.
બીજી તરફ જાસ્મિને ‘બિગ બોસ ૧૪’માંથી બેઘર થયા બાદ એક મોટી ઈમોશનલ પોસ્ટ લખી છે, જેમાં તેણે ફેન્સના પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો અને અલી માટે ખાસ વાતો પણ લખી. જાસ્મિને લખ્યું, ‘હું બહાર આવી ગઈ છું અને અલી હજુપણ અંદર છે. તેને લાગશે કે તે એકલો છે પણ ચાલો તેને બતાવીએ કે તે એકલો નથી.