જાસ્મિને અલી ગોનીને પ્રપોઝ કર્યું, પરિવારને મનાવવા કહ્યું
મુંબઈ: જાસ્મિન ભસીન અને અલી ગોની એકબીજાની કેટલી સંભાળ રાખે છે તે ‘બિગ બોસ ૧૪’માં જાેવા મળ્યું છે. બંનેએ હજી એક બીજા પ્રત્યે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો નથી, પરંતુ ઘરના લોકો પણ જાણે છે કે અલી અને જાસ્મિન એક બીજાને ખૂબ જ પ્રેમ કરે છે.
તાજેતરના એપિસોડમાં જ્યારે રાખી સાવંતે અલીને પૂછ્યું કે જાે જાસ્મિનના માતા-પિતાએ તેમના લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો તો તે શું કરશે. અલીએ કહ્યું હતું કે તે જાસ્મિન સાથે વાત કરવાનું બંધ કરશે
પરંતુ માતા-પિતાની વિરુદ્ધ નહીં જાય. તે બીજી છોકરી સાથે લગ્ન કરશે જેથી જાસ્મિન તેને નફરત કરવા લાગે. આ સાંભળીને જાસ્મિન રડવા લાગી હતી. જાસ્મિન અલીને ગુમાવવા માંગતી નથી અને તેની સાથે જીવન વિતાવવાનું સપનું જાેઈ રહી છે.
આથી જ તેણે અલી ગોનીને તેના પરિવારના સભ્યોને મનાવવા વિનંતી કરી. નિર્માતાઓએ ‘બિગ બોસ ૧૪’ ના આગામી એપિસોડ માટે પ્રોમો રજૂ કર્યો છે, જેમાં ઘરવાળાઓ નવા વર્ષની પાર્ટી ઉજવી રહ્યા છે. અલી જાસ્મિનને હાથમાં પકડતો નજરે પડે છે.
ત્યારબાદ જાસ્મિન અલીને કહે છે, “પ્લીઝ મારા ઘરવાળાઓને મનાવી લેજે.” અલી પણ ‘હા’ માં માથું હલાવે છે. જાસ્મિન કહે છે તું મને ખૂબ પ્રેમ કરે છે. અલી ગોનીએ જાસ્મિનના કપાળ પર કિસ કરે છે. બિગ બોસ ૧૪’ ના એક એપિસોડમાં જસ્મિન ભસીને કબૂલાત કરી છે કે તે ૩ વર્ષથી અલી ગોની સાથે ડેટ કરે છે. પરંતુ આ પછી પણ તે અલીને પોતાના મિત્ર ગણાવી રહી છે અને કંઈપણ જાહેર કરતી નથી.