જાહેરમાં કચરો નાખતાં ૨૫૯ એકમોને ૧.૪૨ લાખનો દંડ થયો
અમદાવાદ, જાહેર રસ્તા પર ગંદકી કરનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી બહાર ફેકનારા ૨૫૯ એકમો સામે મ્યુનિ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પગલા લઈ ૧.૪૨ લાખનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.
ફરિયાદો મળતાં મ્યુનિ.એ ૧૨૯૫ એકમોમાં તપાસ કરીને ૨૫૯ એકમોને નોટિસ આપી તેમની પાસેથી રૂ. ૧.૪૨ લાખનો દંડ લીધો હતો. ઓઢવ રિંગ રોડ પર આવેલા કેશરિયા પેઠવેલને કાપડનું કતરણ જાહેરમાં ફેકવા બદલ ૧૦ હજાર, નિકોલ ચાર રસ્તા પાસેના ફોરચ્યુન પ્લાઝાને કચરો નાખવા બદલ ૧૦ હજાર, વસ્ત્રાપુરના જગદિશ વેજિટેબલ ફ્રૂટ સેન્ટરને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ ૧૫૦૦, ગોતા રોડ પર આવેલા માધવ પ્રોવિઝન સ્ટોરને રૂ.૧૫૦૦ અને વસ્ત્રાલ રોડ પર આવેલા પારસ પ્રોવિઝન સ્ટોરને પ્રતિબંધ છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ રૂ. ૫૦૦ દંડ કરવામાં આવ્યો હતો. મ્યુનિ.એ આ એકમોને અગાઉ નોટિસ આપી હતી.HS