જાહેરમાં ચપ્પુના ૨૦થી વધુ ઘા મારી વૃદ્ધની કરપીણ હત્યા
![Youth suicide in bus](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/murder-3-scaled.jpg)
Files Photo
સુરત, સુરતમાં નજીવી બાબતે હત્યાનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે આખી ઘટના એમ હતી કે સુરતના પર્વતગામ પાસે યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો. જેથી પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરી વૃદ્ધને ૨૦થી વધુ ઘા મારી પતાવી દેવાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા મોત સામે લડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. દીકરીની નજર સામે જ પિતાનીને પશુની જેમ કાપતા જાેઈ રુંવાટા ઉભા થઇ ગયા હતા. પણ હુમલાખોરોને દયા ન આવી.કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતા શિવાભાઈ મહારાષ્ટ્રના વતની હતા. વર્ષોથી સુરતમાં રહેતા હતા. પત્ની સાથે છૂટાછેડા થયા બાદ એક દીકરા સાથે પર્વતગામમાં જ રહેતા હતા.
પિતાની ર્નિમમ હત્યાને લઈ પરિવાજનોમાં દુઃખનો શોક છવાઈ ગયો હતો યુવતીની છેડતીમાં પિતાની કરપીણ હત્યા આ મામલે પોલીસનું કહેવું છે. શિવાભાઈ ભોજુભાઈ નિકમ એમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા. ઘર પાસે જ નાસ્તો કરતી વખતે કેટલાક અસામાજીક તત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપતા એમની પર હુમલો થયો હતો.
ત્રણેય ને લાફા મારી પિતા-પુત્ર ને ઉપરા ઉપરી ઘા મરાયા હતા.દીકરીની નજરે સામે પિતાની કરપીણ હત્યા ૨૦થી વધુ ધા મારી ને કરાઈ હત્યાનજર સામે પુત્રને ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જતા શિવાભાઈને ૨૦ થી વધુ ઘા મરાતા સ્થળ પર જ ઢળી પડ્યા હતા.
હિંસક હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત શિવાભાઈ અને એમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા શિવાભાઈને મૃત જાહેર કરાયા હતાં.
જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર ૩-૪ જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અસાજીકતત્વો જાણે સુરત પોલીસનો ડર નથી રહ્યો ???મહત્વની વાત એ છે કે સુરતમાં નિર્દોષ લોકોની જ હત્યા થાય છે. અસામાજિક તત્વો હાથમાં છરા લઈને ફરી રહ્યા છે. જાહેરમાં યુવતીની છેડતી કરનારને ઠપકો આપવા બદલ શિવાભાઈ મોત મળ્યું એની જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.SSS