જાહેરાત માટે સલમાન રોજ ફી પેટે ૭ કરોડ રૂપિયા લેશે
મુંબઇ, બોલિવુડમાં હાલમાં સૌથી મોટા સ્ટાર તરીકે સલમાન ખાન રહેલો છે. તે જુદા જુદા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. ફિલ્મોમાં જંગી આવકની સાથે સાથે બિગ બોસમાં પણ તે વર્ષોથી હોસ્ટ તરીકે રહ્યો છે. હવે તે જાહેરાત મારફતે પણ જંગી કમાણી કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ સલમાન ખાન કોઇ પણ જાહેરાતમાં કામ કરવા માટે એક દિવસના સાત કરોડ રૂપિયા ફી તરીકે મેળવે છે. તે હાલમાં એક સ્માર્ટ ફોનની એડમાં કામ કરી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સલમાને સ્માર્ટ ફોનની જાહેરાતમાં કામ કરવા માટે પ્રતિ દિવસે સાત કરોડ રૂપિયા લેવાનો નિર્ણય કર્યો છે. બ્રાન્ડ પર શુટિંગ સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસ સુધી ચાલે છે.
સામાન્ય રીતે બ્રાન્ડ સ્ટારની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને તેમની રકમ અંગે નિર્ણય કરવામાં આવે છે. અન્ય કલાકારોને એક જાહેરાતમાં કામ કરવા માટે ત્રણથી ચાર કરોડ રૂપિયા મળે છઠે. આ રીતે જાવામાં આવે તો હવે સલમાન ખાનને એક જાહેરાતમાં કામ કરવા માટે સૌથી જંગી રકમ મળી રહી છે. તેના કરતા વધારે કોઇ કલાકારની ફી દેખાઇ રહી નથી. ફિલ્મોની સાથે સાથે તે જાહેરાતોની દુનિયામાં પણ હવે સૌથી ટોપ સ્ટાર છે. હાલમાં તેની કેટલીક ફિલ્મ આવી છે.
જેમાં ભારત, દબંગ-૩ નો સમાવેશ થાય છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. તે હાલમાં સૌથી લોકપ્રિય શો પૈકી એક બિગ બોસમાં પણ હોસ્ટ તરીકે રહ્યો છે. હોસ્ટ તરીકે તે સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે છે. બિગ બોસમાં તે હોસ્ટ તરીકે ઘણા વર્ષોથી સતત જાવા મળી રહ્યો છે. વર્ક ફ્રેન્ટની વાત કરવામાં આવે તો તે હાલમા તેની એક્શન ફિલ્મ રાધેની શુટિંગમાં વ્યસ્ત છે. જેમાં દિશા અને રણદિપ હુડા પણ કામ કરી રહ્યા છે. દિશા અને રણદીપ સાથે સલમાન બીજી વખત કામ કરી રહ્યો છે. ભારતમાં દિશા નાનકડા રોલમાં હતી.