જાહેર જગ્યા ઉપર કચરો નાખવા બદલ ૧૦ વ્યક્તિઓને દંડ
નડિયાદમાં જાહેર જગ્યા ઉપર કચરો નાખી વાતાવરણ પ્રદુષિત કરવા બદલ ૧૦ વ્યક્તિઓને દંડ
કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમજ નગર પાલિકાઓ દ્વારા ઘરે ઘરે સુકો તેમજ લીલા કચરાના નિકાલ માટે ડસ્ટ બિન આપવામાં આવ્યા હોવા છતાં કેટલાક નાગરિકો જાહેરમાં કચરો નાખી વાતાવરણ પ્રદુષિત કરી આજુબાજુના રહીશોને તથા જાહેર માર્ગ ઉપરથી પસાર થતા નાગરિકોની તંદુરસ્તીને નુકશાન થાય તેવું કૃત્ય કરતા હોય છે.
ખેડા પોલીસે નડિયાદ શહેર તથા અન્ય શહેરોમાં આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી શરૂ કરી છે જેના અનુસંધાને આજે નડિયાદ શહેરમાં જાહેરમાં કચરો નાખતા અને વાતાવરણ પ્રદુષિત કરતા ૧૦ ( દસ ) વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે .
તેમજ આવા ઇસમો વિરૂધ્ધ ઇ.પી.કો -૨૭૮ , જી.પી.એકટ કલમ ૧૧૫ સી . ૧૧૭ મુજબ ( જાહેરમાં કચરો નાખી વાતાવરણ પ્રદુષિત કરી આજુબાજુના રહીશોને તથા જાહેર માર્ગ ઉપરથી પસાર થતા નાગરિકોની તંદુરસ્તીને નુકશાન થવું ) અન્વયે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે .