જાહેર પંડાલમાં ગણેશ ઉજવણીના પ્રતિબંધ વચ્ચે ઘરે ઘરે ગજાનંદની પધરામણી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,કોરોનાએ જગન્નાથપુરી રથયાત્રા,જન્માષ્ટમી,રમઝાન ઈદ સહીતના તહેવારોને ફિક્કા પાડ્યા છે.હવે કોરોનાનું ગ્રહણ ગણેશ મહોત્સવને પણ લાગ્યું છે.સામુહિક ઉજવણીના પ્રતીક સમાન ગણેશ ઉત્સવ હવે ઘરે ઘરે ઉજવાઈ રહ્યો છે.જાહેર પંડાલને બનવવામાં સરકારે કોઈ બાંધછોડ નહિ કરતા આક્રોશ વચ્ચે ગણેશ ભક્તોએ ઘર માં જ ગજાનંદની સ્થાપના કરી છે.
ગયા વર્ષે ભગવાનના લાડલા ગણેશ ભક્તોએ “અગલે બરસ તું જલ્દી આ” ના કોલ સાથે તેમને વિદાય આપી હતી.વિદાય ની બીજી જ ઘડી થી ફરી ગણેશ ઉત્સવ કયારે આવે તેની પ્રતીક્ષા શરૂ થઈ ગઈ હતી.પરંતુ એક વર્ષ માં કોરોના ના કારણે જગત આ રીતે બદલાઈ જશે તે કદાચ ખુદ ગણેશજી ને પણ નહિ ખબર હોય.માનવ જાત ના દુશમન કોરોના એ જીવનશૈલી તો બદલી જ નાંખી છે.સાથે સાથે જ ધાર્મિક કાર્યક્રમોને પણ ઝાંખા પાડી દીધા છે.મોટા ભાગ ના હિન્દૂ તહેવારો સામુહિક રીતે ઉજવાતા હોવાથી તેની ઉજવણી માં ફેરફાર આવ્યો છે.ગણેશ મહોત્સવ પણ ભેગા મળી બે મનાવાતો હોવાથી સરકારે જાહેર માં પંડાલ બનાવવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
ગઈકાલ છેલ્લી મિનિટ સુધી પંડાલ બનાવવાની પરમિશન મળે અથવા પ્રતિબંધ માં છૂટછાટ મળે તે માટે હિન્દૂ સંગઠનો અને ગણેશ ભક્તોએ એડી ચોંટી નું જોર લગાવ્યું હતું.પરંતુ સરકારે કે વહીવટી તંત્ર એ મગ નું નામ મરી પાડ્યું ન હતું.તેઓ ભાજપ સરકારને મનાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા.જેથી દરવર્ષ જેઓ ઉજવણી નો ઉત્સાહ ઓગળી ગયો છે.પરંતુ મોટી મોટી મૂર્તિઓની સ્થાપના કરવાના સપના તૂટી જતા ગણેશ ભક્તો એ બે ફૂટ ની ગણેશ મૂર્તિ થી જ માનમનાવી ઘર માં જ સ્થાપના કરાવી છે.ઘર માં જ હવે આગામી દશ દિવસ સુધી ગજાનંદની પૂજા અર્ચના અને આરાધના કરાશે.
જીલ્લા વહીવટી તંત્ર એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું કે જાહેર માં પંડાલ કે ડેકોરેશન નહિ કરી શકાય.જેને લઈ પોલીસે કેટલીક જગ્યા એ પંડાલો દૂર કરાવ્યા હતા.જેમાં ભરૂચના લીંકરોડ ઉપરની ઘી આમ્રપાલી સોસાયટીના કોમન પ્લોટ માં શ્રીજીની સ્થાપના પંડાલ બનાવીને કરી હોવાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ આયોજકના નામ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ગણેશ મહોત્સવની ઉજવણી માટે મૂર્તિની ઊંચાઈ,પંડાલ,વેચાણ,વિસર્જન જેવી અનેક બાબતોમાં સરકારના અને વહીવટી તંત્રના છાસવારે બદલાતા નિયમો અને નિર્ણયો બદલતું રહ્યું છે.જેના કારણે ગણેશ ભક્તો માં અને ખાસ કરીને મૂર્તિકારો મૂંઝવણ અનુભવતા હતા.છેલ્લે સરકારે માત્ર બે ફૂટ ની મૂર્તિઓ ની મંજૂરી આપતા બાકી ની મૂર્તિઓ વેચાઈ શકી ન હતી.જેથી મૂર્તિકારોને મૂર્તિકારો માટે આફત બન્યો છે અને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.