Western Times News

Gujarati News

જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાંખવા પર પ્રતિબંધ

File

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયા પ્રેમીઓ દ્વારા રોડ ઉપર વાહન પાર્ક કરી જાહેરમાં રખડતા પશુઓને ઘાસચારો ખવડાવતા હોય છે. જે લોકોના સ્વાસ્થ્ય અને જાહેર માર્ગ સલામતીને ભયરૂપ હોય માર્ગ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે.

આથી આમ જનતાની સલામતી હેતુસર જિલ્લા મેજીસ્ટ્રેટ નૈમેષ દવે દ્વારા જાહેર રસ્તાઓ, જાહેર માર્ગો, ફૂટપાથ ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તે સમગ્ર બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ પ્રતિબંધિત વિસ્તાર રિલાયન્સ માર્ટ સામે, બેરણા રોડ, હિંમતનગર, જુની જિલ્લા પંચાયતની આગળ રેલ્વે ફાટક સામે, દુર્ગા કોમ્પલેક્ષવાળા રેલવે ફાટક પાસે, સી.સી. શેઠના પેટ્રોલપંપ સામે ગરનાળા ઉપર, જેપી મોલ સામે મહાકાલી- ગાયત્રી મંદિર રોડ, ધાણધા ફાટક પાસે, છાપરીયા ચોકડી હનુમાનજી મંદિર પાસે, બળવંતપુરા ફાટક પાસે, ડેમાઈ રોડ આ જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ તા.૧૦.૮.ર૦ર૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.