જાહ્નવીને બાહોપાશમાં જકડી મિસ્ટ્રી મેને કિસ કરી લીધી
મુંબઈ, બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની સ્ટાઇલ અને હોટનેસનું દરેક દિવાના છે. તેમના ફેન્સ સતત તેમના ફોટા અને વીડિયોઝની આતુરતાપૂર્વક રાહ જુએ છે. પરંતુ હવે જાહ્નવી કપૂરનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જાેઇને તેમના ફેન્સ બળીને ખાખ થઇ ગયા છે.
કારણ કે આ વીડિયોમાં જાહ્નવી કપૂર એક હેન્ડસમ મિસ્ટ્રી મેનની બાહોમાં જાેવા મળી રહી છે. એટલું જ નહી આ છોકરો તેમને KISS પણ કરી રહ્યો છે. આ વીડિયોમાં આપણે જાેઇ શકીએ છીએ કે જાહ્નવી કપૂર જે છોકરા સાથે છે તે તેમને પોતાની બાહોમાં જકડી છે અને ગાલ પર કિસ આપી રહ્યો છે. તો બીજી તરફ એક બીજાે વીડિયો પણ જાેવા મળી રહ્યો છે. જેમાં જાહ્નવી કપૂરની બહેન ખુશી પણ બંને સાથે જાેવા મળી રહી છે.
બંને બહેનોનો લુક ખૂબ ગોર્જિયસ છે. આ વીડિયોને જાેઇને દરેકના મગજમાં એક જ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આખરે આ હેન્ડસમ હંક છે કોણ, જેના પર જાહ્નવી કપૂર પણ ફિદા થઇ ગઇ છે . તો તમને જણાવી દઇએ કે આ વીડિયોમાં જાેવા મળતો શખ્સ અક્ષત રાજન છે. જેની સાથે થોડા વર્ષો પહેલાં જાહ્નવી કપૂરના અફેરની અફવા પણ સામે આવી હતી.
અક્ષત અને જાહ્નવી કપૂરએ આ સમાચાર પર કોઇ રિએક્શન આપ્યું નથી. તમને જણાવી દઇએ કે ભલે બંનેએ પોતના રિલેશનશિપના સમાચારને ઇગ્નોર કરી દીધા હોય, પરંતુ બંને વચ્ચે અવાર નવાર સોશિયલ મીડિયા પર નિકટતા જાેવા મળી છે. જેમ કે જાહ્નવી કપૂરએ આ પહેલાં અક્ષત રાજનને બર્થડે વિશ કરતા૬ લખ્યું હતું, ‘હેપ્પી બર્થડે વિશ્વના સૌથી સારા વ્યક્તિને’ હું તમને પ્રેમ કરું છું.SSS