Western Times News

Gujarati News

જાેખમી ૫૭ ટાંકી ૪૫ દિવસમાં તોડી પડાશે : વિજય નેહરા

File Photo

અમદાવાદ : શહેરના ઘાટલોડિયા કર્મચારીનગર પાસે આવેલી પાણીની ટાંકી રવિવારે તૂટી પડવાની ઘટના બાદ શહેરની ૯૯ પાણીની ટાંકીઓ જર્જરિત હાલતમાં હોવાનું અમ્યુકોના સર્વેમાં સામે આવ્યું છે.

જેમાં ૨૬ ટાંકીઓ હાલમાં વપરાશમાં છે. જ્યારે ૭૩ ટાંકીઓ બિનવપરાશમાં છે. આવી કુલ ૯૯ પૈકીની ૪૨ પાણીની ટાંકીઓ ઉતારી લેવામાં આવી છે, જયારે બાકીની ૫૭ જેટલી જર્જરિત ટાંકીઓને ૪૫ દિવસમાં તોડી પાડવામાં આવશે એમ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનરે (Ahmedabad municipal comm. amc)  વધુમાં જણાવ્યું હતું કે, આ ઓવરહેડ ટાંકીઓ ઉતારતી વખતે કોઈ દુર્ઘટના ન સર્જાય કે અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે ટાંકીઓની આસપાસ બેરીકેડીંગ કરી ભયજનકના બોર્ડ મુકવા સૂચના આપવામાં આવી છે.

સૌથી વધુ ૨૮ જેટલી જર્જરિત ટાંકીઓ ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી છે. (28 damage water tanks in Ghatlodia, chandlodia, thaltej, bodakdev, vastrapur)

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વધુમાં ઉમેર્યું કે, અમદાવાદના શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ૧૯૧ જેટલી ઓવરહેડ પાણીની ટાંકીઓ આવેલી છે. જેનું નેટવર્ક, સ્ટ્રેન્થ, અને મે પેરામીટરનું સર્વેક્ષણ કરતા ૧૧૮માંથી શહેરીજનોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

પૂર્વ ઝોનના વિરાટનગર, રામોલ, ઓઢવ, વસ્ત્રાલ, અમરાઈવાડી, હાટકેશ્વર, ગોમતીપુરમાં ૧૧, દક્ષિણ ઝોનમાં મણીનગર, ઈસનપુર, વટવા, ખોખરા, બહેરામપુરા અને દાણીલીમડામાં મળીને ૬, ઉત્તર ઝોનમાં સરદારનગર, નરોડા, કુબેરનગર સૈજપુર, બાપુનગર, ઠક્કરબાપાનગર, રખિયાલ, સરસપુરમાં ૧૧, પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા, નારણપુરા, વાડજ, નવા વાડજ, પાલડી, રાણીપ, વાસણા, ચાંદખેડા, મોટેરા ૧૮, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં ૨૮ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ, જોધપુર, વેજલપુર, મક્તમપુરા, સેટેલાઈટમાં ૨૫ મળી શહેરભરમાં કુલ ૯૯ ટાંકી જર્જરિત જોવા મળી હતી. જેમાં ૪૨ ટાંકીઓને ઉતારી લેવાની કામગીરી કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.