Western Times News

Gujarati News

જાેધપર ગામની સીમમાં આવેલા ફ્લોરા રિવરસાઇડ બંગ્લોઝમાંથી જુગારધામ ઝડપાયું

Files Photo

મોરબી: મોરબી એલસીબીએ આજે વહેલી સવારે એક જુગારધામ પર દરોડો કર્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે સાત જુગારીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૫,૧૪,૦૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા છે. જુગાર રમતા ઝડપાયેલા લોકો હાઇપ્રોફાઇલ હોવાથી તેમને છોડવવા માટે ક્રાઇમ બ્રાંચ અને પોલીસ સ્ટેશન ખાતે ગાડીઓની લાઇનો લાગી ગઈ હતી. આ કેસમાં પોલીસે તમામ લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મોરબી એસ.પી. સુબોધ ઓડેદરાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જેના પગલે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન.બી.ડાભી સહિતની ટીમે છેલ્લા એક સપ્તાહમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આજે વહેલી સવારે એલસીબી ટીમને ખાનગી રીતે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના જાેધપર ગામની સીમમાં આવેલા ફ્લોરા હાઉસ બંગલા નંબર-૧૫માં જુગારધામ ચાલી રહ્યું છે.

પોલીસને માહિતી મળી હતી કે આરોપી કિશોરભાઇ ગણેશભાઇ અધારા (ઉં.વ. ૫૦) રહે. રવાપર રાધે હાઇટસ ફલેટ નંબર-૬૦૨ બહારથી માણસો બોલાવી ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. જેના આધારે એલસીબી ટીમે વહેલી સવારે દરોડો પાડતાં સાત આરોપી પત્તાપ્રેમી ઝડપાયા હતા.

દરોડામાં ૧) કિશોરભાઇ ગણેશભાઇ અધારા ૨) રાજેશભાઇ સવજીભાઇ બાવરવા (ઉં.વ. ૪૦) રહે. વીરપર તા.ટંકારા જી.મોરબી. ૩) મહેશભાઇ ચતુરભાઇ ચાડમીયા (ઉં.વ.૩૬) રહે. રવાપર રાધે હાઇટસ ફલેટ ન. ૨૦૧ તા.જી.મોરબી. ૪) જયસુખભાઇ ઠાકરશીભાઇ કાસુન્દ્રા (ઉં.વ. ૩૯) રહે. રવાપર વેલકમ પ્રાઇડ,સી-૩૦૨ તા. જી. મોરબી. ૫) રણજીતભાઇ હરજીભાઇ કાવઠીયા (ઉં.વ.-૪૫) રહે. મોરબી યદુનંદન પાર્ક-૨ રવાપર રોડ. ૬) અલ્પેશભાઇ નાથાભાઇ ભાલોડીયા (ઉં.વ. ૩૭) રહે. વીરપર તા.ટંકારા જી. મોરબી. ૭) સંજયભાઇ બાબુભાઇ ચૌહાણ, (ઉં.વ.-૪૨ રહે. મોરબી રવાપર રોડ, અનુપમ સોસાયટી રંગે હાથ પકડાયા હતા.

આ દરોડામાં એલસીબી ટીમે રોકડ રૂપિયા ૫,૧૪,૦૦૦ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૭, કિંમત રૂપિયા ૯૫,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૬,૦૯,૦૦૦ના મુદામાલ સાથે સાતેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિપ્ર પરિવારના લોકો જુગરધામના દરોડામાં આવી જતા વહેલી સવારે જ એલસીબી ઓફિસ અને મોરબી તાલુકા પોલીસ મથકે આરોપીઓને છોડાવવા ગાડીઓની લાઈનો લાગી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.