Western Times News

Gujarati News

જાેધપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટનામા ૧૩ મોત થયા

જયપુર, રાજસ્થાનના જાેધપુરમાં Rajsthan Jodhpur શુક્રવારે ભીષણ માર્ગ દુર્ઘટનામાં ૧૩ લોકોના મોત 13 died થઇ ગયા હતા અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાલેસર પોલીસ સ્ટેશન Balesar Police Station ક્ષેત્રમાં બની હતી. એ વખતે એક સિટી બસનું (city bus tire burst) ટાયર ફાટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ટાયર ફાટી જતાં બસ સામેથી આવી રહેલી જીપ સાથે ટકરાઈ ગઈ હતી.

બાલેસર પોલીસ સ્ટેશનના પ્રભારી દેવેન્દ્રસિંહે Devendrasinh માહિતી આપતા કહ્યું છે કે, રાષ્ટ્રીય રાજમાર્ગ ૧૨૫ national highway no. 125 ઉપર આ દુર્ઘટના થઇ હતી અને ૧૩ લોકોના મોત થઇ ચુક્યા છે. ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી છે જેથી મોતનો આંકડો વધે તેમ માનવામાં આવે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ બનાવ અંગે દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે મૃતકોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આ બનાવની માહિતી મળતા જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ગંભીરરીતે ઘાયલ થયેલા યાત્રીઓને જાધપુરના મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાલેસર પોલીસ સ્ટેશન ક્ષેત્રના ઢાઢનિયા ગામ નજીક બન્યો હતો. મૃતકોની ઓળખ થઇ ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.