જાેધપુર વોર્ડમાં દૈનિક ૧પ લાખ લીટર પાણીનો વપરાશ વધ્યો
ર૪ કલાક પાણી સપ્લાયમાં દૈનિક ૩૬ એમ.એલ.ડી. પાણી સપ્લાય
(દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદમાં પાણીના અપુરતા પ્રેશર અને ટેન્કરરાજના વિવાદ વચ્ચે જાેધપુર વોર્ડમાં ર૪ કલાક પાણી સપ્લાય પ્રોજેકટ લગભગ પૂર્ણ થયો છે તથા નાગરીકોને તેનો લાભ મળવાની શરૂઆત થઈ છે. ૧૯૯પની સાલમાં જે તે સમયે માત્ર રાજકીય લાભ લેવા માટે ર૪ટ૭ વોટર સપ્લાય માટે જાહેરાત થઈ હતી અનેક વિધ્નો અને અંતરાય બાદ ઈજનેર વિભાગ દ્વારા તેને પુરો કરવામાં આવ્યો છે. જાેધપુર વોર્ડમાં ર૪ટ૭ પ્રોજેકટ શરૂ થયા બાદ પાણીનો સપ્લાય અને વપરાશ વધી ગયા છે. નાગરીકોને હાલ વિનામૂલ્યે પાણી આપવામાં આવી રહયુ છે. વોટર પોલીસી મંજુર થયા બાદ તેનો ચાર્જ લેવામાં આવી શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાેધપુર વોર્ડમાં ર૪ટ૭ પ્રોજેકટ અંતર્ગત પાણી સપ્લાયની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક દાયકાથી ર૪ટ૭ પ્રોજેકટ માટે કવાયત ચાલી રહી હતી જે સફળ રીતે પુરો થયો છે. જાેધપુર વોર્ડમાં સદ્ર પ્રોજેકટ માટે પાંચ ડી.એચ.એલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૪૧૦૦ જેટલા જાેડાણ આપવામાં આવ્યા છે.
મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા આનંદનગર, પ્રમુખ (નોવેલ), ગોકુલ આવાસ, ઘર વિહોણા અને ગામતળ એમ પાંચ ડી.એચ.એલ.માં વોટર મીટર સહીતના જાેડાણ આપવામાં આવ્યા છે. જે પૈકી આનંદનગર ડી.એચ.એલ.માં તમામ જાેડાણ નવા છે.
જયારે અન્ડ ડી.એચ.એલ.માં હયાત કનેકશનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના ર૪ટ૭ પ્રોજેકટ અંતર્ગત પાંચ ડી.એચ.એલ.માં હાલ ૩પ.પર એમ.એલ.ડી. પાણી સપ્લાય થઈ રહયુ છે પ્રોજેકટની શરુઆત પહેલા ર૧ એમ.એલ.ડી. પાણીનો વપરાશ થતો હતો. મતલબ કે પ્રોજેકટની શરૂઆત બાદ દૈનિક સરેરાશ ૧પ લાખ લીટર પાણીના સપ્લાય અને વપરાશ વધ્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ આનંદનગર ડી.એચ.એલ.માં રોજ ર૦ કલાકમાં ૭.પ૦ એમ.એલ પાણી સપ્લાય થઈ રહયુ છે.
જયારે પ્રમુખમાં ૧૪.૩૦ કલાકમાં ૭.૬ એમ.એલ.ડી, ગોકુલ આવાસમાં સાત કલાકમાં ૧ર.૦ર એમ.એલ.ડી. ઘર વિહોણામાં સાડા ચાર કલાકમાં ૭.૪ એમ.એલ.ડી. તથા ગામતળમાં અઢી કલાકમાં એક એમ.એલ.ડી. પાણી સપ્લાય થઈ રહયુ છે. ગોકુલ આવાસ ડી.એચ.એલ.માંથી બોડકદેવ વોર્ડમાં પણ પાણી સપ્લાય થઈ રહયુ હોવાથી વપરાશ વધારે છે. જાેકે બોડકદેવમાં ર૪ટ૭ અંતર્ગત પાણી આપવામાં આવી રહયુ છે. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા પ્રોજેકટનું કામ લગભગ પૂર્ણ કરવામાં આવ્યુ છે. નોવેલ ડી.એચ.એસ માં રપ૦ જેટલા જાેડાણ બાકી છે. જેના માટે વહીવટી વિભાગ અને સોસાયટીના રહીશો વચ્ચે ચર્ચા- વિચારણા ચાલી રહી છે. જે સોસાયટીઓમાં આર.સી.સી.રોડ તૈયાર થઈ ગયા છે તે સોસાયટીઓમાં ખોદકામ થયા બાદ ફરીથી રોડ બનાવવા માટે ઘણા સમયથી મડાગાંઠ છે જેનો ઉકેલ આવી જશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.
મ્યુનિ. ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ ર૪ટ૭ પ્રોજેકટ માટે જાેધપુર વોર્ડની પસંદગી પડકારરૂપ હતી જે સમયે પ્રોજેકટની શરૂઆત થઈ તે સમયે જાેધપુરમાં ચાર ઓવરહેડ ટાંકીઓ હતી તેમ જ ૧૦૦ ટકા નેટવર્ક હતા તેથી જુના નેટવર્કમાં નવા જાેડાણો આપીને કામ શરૂ કરવામાં આવ્યુ હતુ જેના માઠા પરીણામ મળ્યા હતા. જુના-નવા જાેડાણોના પરીણામે લીકેજીસની સમસ્યા વધી હતી તથા કમાન્ડ એરીયાની પણ તકલીફ થઈ હતી. તેવી જ રીતે ઈસરોના ઢાળ પર બે કલાક પાણી સપ્લાય કરવાની પણ તકલીફ હતી જેને દુર કરવા માટે ૧ર મીટરની નવી લાઈન નાંખવામાં આવી છે.
વોટર પ્રોજેકટ શરૂ થયા બાદ સૌથી મોટી મુશ્કેલી વોટર મીટર ચોરીની થઈ હતી. મ્યુનિ. સેન્ટ્રલ સ્ટોર્સમાંથી વોટર મીટર ચોરી થયા હતા જેના કારણે પણ કામમાં વિધ્ન આવ્યુ હતું અંતે શ્રીરંગ કોર્પોરેશને તુર્કીથી નવા ૪પ૦૦ વોટર મીટર મંગાવી આપ્યા હતા. નિષ્ણાંતોના મંતવ્ય મુજબ હયાત નેટવર્ક અને ઓવરહેડ ટાંકીઓના કારણે કામમાં વિલંબ થયો હતો. “બોર” આધારીત સપ્લાયમાં ટેકનીકલ ક્ષતિ થવાની સમસ્યા રહેતી નથી. જાેધપુરમાં ઓવરહેડ ટાંકીઓ અને નેટવર્ક કમાન્ડ એરીયાની તકલીફ હોવાથી પ્રેશરની મુશ્કેલી પણ જાેવા મળી હતી. પ્રમુખ ડી.એચ.એસમાં પ્રેશરની સમસ્યા સર્જાતા નવા બુસ્ટર લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ મુશ્કેલી ઓછી થઈ છે. આમ અનેક વિધ્નો અને અંતરાય બાદ જાેધપુર વોર્ડનો ર૪ટ૭ પ્રોજેકટ કાર્યરત થઈ ગયો છે.