જાેસેફ મોનિસ પટેલની ડોક્યુમેન્ટરી સમર ઓફ સોલને ઓસ્કાર મળ્યો
અમદાવાદ, પ્રોડ્યુસર જાેસેફ મોનિષ પટેલના ટિ્વટર અકાઉન્ટ પર એક ટિ્વટ પિન કરવામાં આવી છે, જે સૌથી ઉપર દેખાયછે. આ ટિ્વટ તેમણે પોતે પ્રોડ્યુસ કરેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ સમર ઓફ સોલ વિશે છે. આ ટિ્વટમાં તેમણે દાવો કર્યો હતો કે, કદાચ તેઓ પહેલા એવા પટેલ હશે જે ઓસ્કર ઘરે લઈ જશે. અને સોમવારે સવારે તેમનું આ અનુમાન સાચુ પડ્યું. સમર ઓફ સોલ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મની ટીમે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફ્યૂચરનો ઓસ્કર અવોર્ડ પોતાના નામે કર્યો.
આ ડોક્યુમેન્ટરી ફિલ્મે માત્ર ઓસ્કર અવોર્ડ નથી જીત્યો, વર્ષ ૨૦૨૧-૨૨માં તેણે અનેક મોટા અવોર્ડ પોતાના નામે કર્યા છે. સન ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, ફિલ્મ ફેસ્ટિવલ, ક્રિટિક ચોઈસ ડોક્યુમેન્ટરી એવોર્ડસ, નેશનલ બોર્ડ ઓફ રિવ્યુ, બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડસ, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડવગરે વગેરે. આવા અનેક અવોર્ડ આ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મે જીત્યા છે.
જાેસેફ મોનિષ પટેલે ઓસ્કર અવોર્ડ જીત્યા પછી ટ્રોફીની તસવીર ટિ્વટ કરી હતી અને સાથે શેમ્પેઈનની એક બોટલ પણ મૂકવામાં આવી હતી. તેમણે સાથે લખ્યું કે, તમામ લોકો દ્વારા આપવામાં આવી રહેલા પ્રેમને હું સ્વીકારુ છું. એવુ લાગી રહ્યું છે કે આ અમારા માટે જ હતી. અત્યારે તો સુવા જઈ રહ્યો છું પણ કહેવા માટે ઘણુ બધું છે. હું વચન આપુ છું કે તમામને જવાબ આપીશ.
આ પહેલા જાેસેફ પટેલે કહ્યુ હતું કે, તેમના પિતા વડોદરાના છે અને માતા આણંદના છે. જાેસેફ પટેલે જણાવ્યું કે, મારા માતા-પિતાએ હંમેશા હું શું કરવા માંગુ છું તે વાત સમજી. તેમના કારણે જ આ જર્નીની શરુઆત થઈ. આ વાત ઘણી ભાવુક કરનારી છે. જાેસેફ પટેલ ૭૦ અને ૮૦ના દશકમાં અમેરિકામાં મોટા થયા છે. તેમણે પોતાના તે અનુભવ વિશે પણ વાત કરી હતી. મોનિષ નામને કારણે તેમને હંમેશા ચીડવવામાં આવતા હતા, માટે તેમણે નામ બદલીને જાેસેફ મોનિષ પટેલ રાખી દીધું હતું.SSS