જાે આ ‘વિકાસ’ છે, તો તેને રજા પર મોકલવાનો સમય આવી ગયો છે: પ્રિયંકા ગાંધી
લખનૌ, આજે ફરી એકવાર રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. પ્રિયંકા ગાંધીએ ભાજપના ‘સબકા સાથ સબકા વિકાસ’ સૂત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે, જાે આ ‘વિકાસ’ છે, તો આ તેને રજા આપવાનો સમય આવી ગયો છે.
કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું હતું. ટિ્વટ કરતી વખતે પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, પ્રધાનમંત્રી, તમારા શાસન હેઠળ માત્ર બે પ્રકારના “વિકાસ” થઈ રહ્યા છે. એક તરફ તમારા અબજાેપતિ મિત્રોની આવક વધી રહી છે.
બીજી તરફ સામાન્ય લોકો માટે જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. જાે આ “વિકાસ” છે, તો આ “વિકાસ”ને રજા આપવાનો સમય આવી ગયો છે. આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું છે, જેમાં તેમણે ૧ જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ચાર મહાનગરોના ઘરેલું સિલિન્ડરના ભાવ વિશે જણાવ્યું છે.
સિલિન્ડરની કિંમતો લખીને તેમણે કહ્યું કે, જે પ્રજાને ભૂખ્યા પેટ પર સૂવાની ફરજ પાડે છે, તે છાયામાં સૂઈ રહ્યો છે, પણ હવે દેશ અન્યાય સામે એક થઈ રહ્યો છે. બાય ધ વે, આ પહેલી વખત નથી, જ્યારે સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હોય, આ પહેલા પણ જ્યારે ૧૮ ઓગસ્ટના રોજ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો, ત્યારે પણ તેમણે ફેસબુક પર મોદી અને તેમની સરકાર પર નિશાન સાધ્યું હતું.HS