જાે કોઇ અન્યને પ્રદેશ પ્રમુખ બનાવવાથી પાર્ટી મજબુત થતી હોય તો મને હટાવી દો : જાખડ
ચંડીગઢ: પંજાબ કોંગ્રેસનો વિવાદ ઉકેલવા માટે રચાયેલ ત્રણ સભ્યોની કમિટિએ પોતાનો રિપોર્ટ કોંગ્રેસ હાઇકમાન્ડને સોંપી દીધો છે.રિપોર્ટમાં કમિટિએ શું ભલામણ કરી છે તેનો ખુલાસો થઇ શકયો નથી જાે કે એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પાર્ટી નારાજ ઘારાસભ્યોને મનાવવા માટે પ્રદેશ અધ્યક્ષને બદલી શકે છે અને આ પદ નવજાેત સિંહ સિધ્ધુને આપી શકે છે હવે તેના પર પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે પ્રતિક્રિયા આપી છે.
જાખડે કહ્યું કે પંજાબમાં કોંગ્રેસ પુરી શક્તિથી વિધાનસભા ચુંટણી લડશે હું પહેલા જ દિવસથી કહી રહ્યો છું કે જાે કોઇ અન્યને પીસીસી પ્રમુખ નિયુકત કરવાથી કોંગ્રેસ પાર્ટને મજબુતી મળે છે તો તે કરવું જાેઇઇ અને મને હટાવી દેવો જાેઇએ
આ પહેલા દિલ્હીમાં ત્રણ સભ્યોની કમિટિની બેઠક થઇ અને ત્યારબાદ કમિટિનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંબંધમાં કમિટીના સભ્ય અને પંજાબ મામલાના પ્રભારી હરીશ રાવતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે રિપોર્ટ સોંપવામાં આવ્યા છે. તેને પંજાબના તમામ કોંગ્રેસ નેતાઓ સાથે વાતચીત કરી તેમના મતના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર હાઇકમાન્ડે પંજાબ મંત્રિમંડળમાં ફેરબદલ અને પંજાબ કોંગ્રેસ સંગઠનની પુર્નરચનામાં નારાજ નેતાઓને સમ્માનજનક સ્થાન આપવાનું મન બનાવી લીધુ છે. આવામાં નવજાેત સિંહ સિધ્ધુને કેપ્ટન મંત્રીમંડળમાં મંત્રી પદની પેશકશ થઇ શકે છે જાે કે સિધ્ધુએ ૨૦૧૯માં મંત્રી પદ ઠુકરાવ્યું હતું અને કેબિનેટ મંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. આ વખતે પણ સિધ્ધુ જાે માનશે નહીં તો તેમને પ્રદેશ સંગઠનનું સુકાન સોંપવાની અટકળો થવા લાગી છે આ સાથે જ હાઇકમાન્ડે પંજાબના વરિષ્ઠ નેતાઓને પણ પાર્ટીમાં મહત્વ આપવાનું મન બનાવ્યુ છે જેથી ચુંટણીમાં સીનિયર નેતાઓની જનતાની વચ્ચે બનેલ શાખનો લાભ ઉઠાવી શકાય