જાે જીતની ક્ષણ મૌનથી ભરેલી ન હોત તો વધારું સારું થાત: ઝીશાન
મુંબઈ, એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની જ્યારે બિગ બોસ ૧૫ના વિનર તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારે આ અંગે લોકોની મિશ્ર પ્રતિક્રિયા સામે આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દર્શકો અને સેલેબ્સના અલગ-અલગ મંતવ્યોથી ઉભરાયું હતું.
ટીવી એક્ટર ઝીશાન ખાન, જે ગયા વર્ષે બિગ બોસ ઓટીટીનો ભાગ હતો, તે તેજસ્વી પ્રકાશની જીતથી ખુશ છે. જ્યારે સલમાન ખાને તે જીતી હોવાની જાહેરાત કરી ત્યારે સ્ટેજ પર છવાયેલી નિરવ શાંતિ જાેઈને તે સમયે એક્ટર નિરાશ થયો હતો.
‘મને લાગે છે કે, મારા માટે જાે દર્શકો તરીકે શો જાેઈ રહ્યા હતા, તે ક્ષણ મૌનથી ભરેલી ન હોત તો જીતની ક્ષણ વધારે સારી હોત. કોઈ પણ બૂમો પાડી રહ્યું નહોતું કે ચીયર કરી રહ્યું નહોતું. મને લાગ્યું હતું કે, તે રિએક્શને જીતની ક્ષણને છિનવી લીધી હતી.
લોકોએ વધુ સારી પ્રતિક્રિયા આપવી જાેઈતી હતી, તેમ તેણે કહ્યું હતું. પ્રતીક સહજપાલ સાથે ઝઘડો થયા બાદ ગયા વર્ષે ઝીશાન ખાન બિગ બોસ ઓટીટીમાંથી બહાર થયો હતો. બિગ બોસ ૧૫ના ઘરમાં પ્રતીકના પર્ફોર્મન્સ વિશે વાત કરતાં ઝીશાને કહ્યું હતું કે, ‘દરેકની પોતાની જર્ની હોય છે અને પ્રતીકની પોતાની હતી. બિગ બોસ ૧૫ના ફર્સ્ટ રનર-અપ બનવા બદલ હું તેને અભિનંદન આપવા માગુ છું.
અને હા ટફ લક. બિગ બોસ ૧૫ના ઘરમાં કોને સપોર્ટ કરી રહ્યો હતો, તેમ પૂછતાં એક્ટરે કહ્યું હતું કે, હું પહેલા ઉમર રિયાઝને સપોર્ટ કરતો હતો, પરંતુ દુર્ભાગ્ય રીતે તે બહાર થઈ ગયો બાદમાં મના લાગતું હતું કે કરણ કુંદ્રા શો જીતવો જાેઈએ કારણ કે, તે સારી રીતે રમી રહ્યો હતો.
તે ઘરમાં એવો વ્યક્તિ હતો કે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજતો હતો. પરંતુ તે જીતી શક્યો નહીં કોણ જીતશે તે અંગે કોઈ શું કહી શકે?SSS