જાે ટ્રંપ હજુ પણ કોરોના સંક્રમિત છે તો હું ચર્ચામાં ભાગ લઇશ નહીં: બિડેન
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કોરોનાથી સંક્રમિત છે અને ત્રણ દિવસ હોસ્પિટલમાં સારાવર કરાવી વ્હાઇટ હાઉસ પાછા આવી ગયા છે પરંતુ ત્યારબાદ પણ તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નજરે પડી રહ્યું નથી ૧૧ ઓકટોબરે બીજી પ્રેસિડેંશિયલ ડિબેટ થનાર છે અને તેના માટે બિડેને એક શરત રાખી છે.
ડેમોક્રેટિક પાર્ટીથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જે બિડેને કહ્યું કે જયા સુધી ટ્રંપ સંક્રમણથી પૂર્ણ રીતે બહાર આવી જશે નહીં ત્યાં સુધી તે ચર્ચામાં ભાગ લેશે નહીં. એ યાદ રહે કે ટ્રંપના એક વધુ સલાહકાર સ્ટીફન મિલન પણ કોવિડ ૧ની ચપેટમાં આવી ચુકયા છે.
એક ઓકટોબરે મિયામીમાં બીજી પ્રેસિંડેંશિયલ ડિબેટ થનાર છે તેને લઇ બિડેને કહ્યું કે જાે ટ્રંપ હજુ પણ કોરોના વાયરસ પોઝીટીવ છે તો પ્રેસિંડેંશિયલ ડિબેટને કરવી જાેઇએ નહીં સોમવારે રાતે મૈરીલૈંડના વોલ્ટર રીડ મિલિટ્રી હોસ્પિટલથી પાછા ફર્યા બાદ ટ્રંપના અભિયાન મેનેજરે સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રપતિ બીજી ચર્ચા માટે પુરી રીતે તૈયાર છે.
જાે કે બિડેના આ નિવેદન બાદ ટ્રંપને પ્રેસિંડેશિયટલ ડિબેટમાં ભાગ લેવા માટે સંક્રમણના હોવાના પુરાવા આપવા પડી શકે છે ગત દિવસોમાં જો બિડેને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તેમને રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો બિડેને કહ્યું કે પ્રેસિડેંશિયલ ડિબેટને લઇ તે પહેલા કલીવવૈંડ કલીનિક અને ડોકટરોથી વાતચીત કરશે.
બિડેને કહ્યું કે તે આ બાબતમાં પહેલા ડોકટરોની સલાહ લેશે અને જે યોગ્ય હશે તેજ કરશે હવે એ જાેવાનું રસપ્રદ બની રહેશે કે એક ઓકટોબરે યોજાનાર બીજી અને ત્રીજી પ્રેસિંડેંશિયલ ડિબેટ થાય છે કે નહીં.બિડેન આ બાબતમાં કમીશન ઓફ પ્રેસિંડેંશિયલ ડિબેટ એટલે કે સીપીડીથી વાતચીત કરી શકે છે.
એ યાદ રહે કે ટ્રંપ ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યાં અને ત્યારબાદ તેમને રજા આપવામાં આવી હતી અમેરિકીમાં સીડીસીની ગાઇડલાઇસ અનુસાર કોઇ સામાન્ય લક્ષણ વાળા દર્દીને પણ ઓેછામાં દસ દિવસ સુધી દેખરેખમાં રહેવું પડે છે જાે સંક્રમિત ગંભીર સ્થિતિમાં હતા તો તેને દિવસ સુધી દેખરેખમાં રાખવા જાેઇએ.HS