જાે તમે દાદાગીરી કરશો તો તેને કેવી રીતે તોડવી તે બાળાસાહેબે અમને શીખવ્યું છેઃ ઉદ્વવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/uddhav-thackery-scaled.jpg)
મુંબઇ, મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાનો વિવાદ શાંત થતો જણાતો નથી. ભાજપના કડક વલણ બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જાે તમારે હનુમાન ચાલીસા પાઠ કરવો હોય તો ઘરે આવીને કરો, આ કરવાની એક રીત છે, જાે તમે દાદાગીરી કરશો તો તેને કેવી રીતે તોડવી તે બાળાસાહેબે અમને શીખવ્યું છે.
સીએમ ઉદ્ધવે કહ્યું કે અમે ઘંટાધારી હિંદુત્વને નહીં પરંતુ ગદાધારી હિંદુત્વને અનુસરીએ છીએ. હું ટૂંક સમયમાં એક રેલી કરીશ, જ્યાં દરેકના સમાચાર લેવામાં આવશે. આ નબળા હિન્દુત્વવાદીઓ આવ્યા છે. આ નકલી નવા હિન્દુત્વવાદીઓ છે.
તેમની વચ્ચે હરીફાઈ ચાલી રહી છે કે એમનો શર્ટ મારા કરતાં વધુ ભગવો કેવી રીતે? કેટલાક લોકોના પેટમાં એસિડિટી થાય છે. તેમની પાસે કોઈ કામ નથી. વગર કામે ઢોલ વગાડવાનું તેમનું કામ છે. હું તેમને મહત્વ નથી આપતો.
ઉલ્લેખનીય છે કે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ શુક્રવારે ઉદ્ધવ ઠાકરેના ઘર ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. રાણા દંપતીની આ જાહેરાત બાદ સવારથી જ તેમના ઘરની બહાર શિવસૈનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
શિવસૈનિકોએ રાણા દંપતી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં શિવસૈનિકોએ કહ્યું કે માતોશ્રી તેમના માટે મંદિર સમાન છે. રાણા દંપતીએ તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
સીએમ ઉદ્ધવે કહ્યું કે આ કેવી રીતે હિન્દુત્વવાદીઓ છે, જેઓ બાબરી સમયે બિલમાં છુપાયેલા હતા. કોર્ટે રામ મંદિરનો ર્નિણય લીધો છે અને તેના માટે પણ લોકો સમક્ષ પોતાનો ઝોલો ફેલાવી દીધો હતો. હવે શિવસેના બતાવશે ભીમરૂપ અને મહારુદ્રનું શું થાય છે?HS