Western Times News

Gujarati News

જાે રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા અને તેના સાથી દેશો જવાબ આપશે: બાઇડેન

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે યુક્રેનના પ્રદેશ નજીક યુક્રેન બોર્ડરમાં રશિયાના વધતા જતા દખલ વિશે વાત કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું કે, જાે રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા અને તેના સાથી દેશો જવાબ આપશે.

રાષ્ટ્રપતિ બાઇડને રાજદ્વારી પ્રયાસો માટે સમર્થન વ્યક્ત કર્યુંયુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની કોલ દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડને રાજદ્વારી પ્રયાસો માટે સમર્થન વ્યક્ત કર્યું, જે આવતા અઠવાડિયે દ્વિપક્ષીય વ્યૂહાત્મક સ્થિરતા વાટાઘાટો સાથે શરૂ થશે.

આ વાતની પુષ્ટિ વ્હાઇટ હાઉસ દ્વારા કરવામાં આવી છે. જિનીવામાં રશિયન અને યુએસ અધિકારીઓ યુક્રેન સરહદે ચાલી રહેલા તણાવ અને રશિયન દળોની તૈનાતી વચ્ચે ૧૦ જાન્યુઆરીએ જિનીવામાં રશિયન અને યુએસ અધિકારીઓની વ્યક્તિગત બેઠકના દિવસો પહેલા આ કોલ આવ્યો છે. ઝેલેન્સકીએ આ સપ્તાહની શરૂઆતમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે પણ વાત કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.