જાે વધારે ફી લેવાશે તો પગલા ભરવામાં આવશે: જિતુ વાઘાણી
ગાંધીનગર, રાજ્યની શાળાઓ હવે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી નહીં ઉઘરાવી શકે અને જાે વધારે ફી લેવાશે તો કાયદેસરના પગલા ભરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવી છે. તાજેતરમાં જ શાળાઓને મનમાગી ફી નહીં ચૂકવનાર વિદ્યાર્થીઓને કાઢી મૂકવાના કિસ્સાઓ સામે આવ્યા છે. એફઆરસીએ નક્કી કરેલી ફી નહીં માનનારી સ્કૂલોએ પણ હવે એફઆરસીએ નક્કી કરેલી ફી જ માન્ય રાખવી પડશે.
સ્કૂલોમાં ફી મામલે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યની કોઈ પણ શાળા હોય તે શાળા હ્લઇઝ્ર વિરુદ્ધ ફી લેતા હોય તેની સામે સરકાર પગલાં લેશે. કોઈ પણ સ્કૂલની મનમાની ધ્યાને આવશે તો તેની સામે કડકમાં કડક એક્શન લઈશું.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્ય સરકારના આદેશને ધોઈને પી ગયેલા સંચાલકો ફી મુદ્દે પોતાની મનમાની ચલાવી રહેલા જાેવા મળી રહ્યા છે. અગાઉ અનેક વખત હ્લઇઝ્રના નિયમ વિરુદ્ધ સ્કૂલ ફી ઉઘરાવતી હોવાનો આરોપ લાગી ચૂક્યા છે. એટલું જ નહીં, વાલીઓ વધુ ફી ન આપે તો બાળકોને શાળા સંચાલક અને પ્રિન્સિપાલ પરેશાન કરે છે. જેમાં બાળકોને પરિણામ ન બતાવવુ, શાળામાં ન બેસવા દેવા, કાઢી મૂકવા જેવા દુર્વ્યવહાર કરી બાળકો પર ત્રાસ થઈ રહ્યો છે.
પ્રાથમિક શિક્ષકોની બદલી માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં પ્રાથમિક શિક્ષકોની બદલીની જાેગવાઈ ઘટાડીને ૫ વર્ષ કરાઈ છે. અગાઉ શિક્ષકની બદલી માટે ૧૦ વર્ષની જાેગવાઈ હતી. પતિ-પત્નીના કિસ્સાની પણ જાહેરાત કરવામાં આવશે. બે દિવસમાં શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરશે. શિક્ષકોની બદલી માટે ગૃહમાં આજે જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.SSS