જાે હાલ લોકસભાની ચુંટણી થાય તો ભાજપ સરળતાથી બહુમતિ હાંસલ કરે: સવે
નવીદિલ્હી, કોંગ્રેસ ભલે કંઇ પણ કહે, પરંતુ કોરોના સંકટ જેવી તમામ મુશ્કેલીઓ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો જલવો યથાવત છે. દેશની જનતા આજે પણ પીએમ મોદીને એટલો જ પ્રેમ કરે છે અને જાે લોકસભા ચૂંટણી કરાવવામાં આવે તો ભાજપ સરળતાથી બહુમતના આંકડાને પ્રાપ્ત કરી લેશે.
ઇન્ડીયા ટુડે-કાર્વી ઇનસાઇટ્સના મૂડ ઓફ ધ નેશન (એમઓટીએન) સર્વે અનુસાર, મોટાભાગના લોકો કોરોના મહામારીને સંભાળવાના સરકારી પ્રયત્નોથી ખુશ છે અને જાે અત્યારે લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ જ તેમની પહેલી પસંદ હશે.
આ સર્વેક્ષણ ૩ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી દરમિયાન ૧૯ રાજ્યોમાં કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલ ૧૨,૨૩૨ ઇન્ટરવ્યું કંડક્ટ કરવામાં આવ્યા. સર્વેમાં જાણવા મળ્યું કે ૭૩ ટકા જનતા કોરોના સંકટનો સામનો કરવાના પ્રધાનમંત્રી મોદીના પ્રયત્નોથી સંતુષ્ટ છે. તેને લાગે છે વડાપ્રધાનની પ્રભાવી નીતિઓ અને ર્નિણયોના લીધે ભારતને દુનિયાના બાકી દેશોના મુકાબલે ઓછું નુકસાન થયું. સર્વેક્ષણના પરિણામો અનુસાર ૬૪ ટકા લોકો એનડીએ સરકારના અત્યાર સુધીના પ્રદર્શનથી સંતુષ્ટ છે.
જાે અત્યારે લોકસભા ચૂંટણી થાય છે, તો ૫૪૩ લોકસભા સીટોમાંથી પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએને ૪૩ ટકા વોટો સાથે ૩૨૧ સીટો મળી શકે છે. તો બીજી તરફ એકલા ભાજપને જ ૩૭ ટકા વોટો સાથે ૨૯૧ સીટો મળવાની સંભાવના છે. યૂપીએ માટે સ્થિતિ વધુ બદલાવાની નથી તેને ૨૭ ટકા વોટો સાથે ૯૩ સીટો મળી શકે છે, જ્યારે એકલા કોંગ્રેસને ફક્ત ૫૧ સીટો પર જ સંતોષ માનવો પડી શકે છે. તો બીજી તરફ અન્ય પક્ષોને ૩૦ ટકા મતો સાથે ૧૨૯ સીટો મળી શકે છે.
સર્વેમાં સામેલ ૬૬ ટકા લોકોએ સ્વિકાર્યું કે કોરોનાના લીધે તેમની આવક પર અસર પડી છે. જ્યારે ૧૯ ટકાએ કહ્યું કે તેમને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યાં સુધી રાજ્ય સ્તર પર કોરોના સામે લડાઇનો સવાલ છે, ૭૦ ટકા રાજ્ય સરકારોના કામકાજથી ખુશ છે. આ પ્રકારે ૭૬ ટકા દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર પર સંતુષ્ટિ વ્યક્ત કરી છે. વેક્સીન લગાવવાના પ્રશ્ન પર ૭૬ ટકા લોકોએ કહ્યું કે તે તેના માટે તૈયાર છે. જાેકે ૨૧ ટકા તેના વિરૂદ્ધ જાેવા મળ્યા.
સર્વેમાં એ પણ પૂછવામાં આવ્યું કે મોદી સરકારના કયા મંત્રી સૌથી વધુ પસંદ છે. આ પ્રશ્નના જવાબમાં ૩૯ ટકા લોકોએ અમિત શાહનું નામ લીધું અને તેમના કામકાજને નંબર ૧ ગણાવ્યું, જ્યારે ૧૪ ટકા લોકોએ રાજનાથ અને ૧૦ ટકા લોકોએ નિતિન ગડકરી સૌથી સારી મંત્રી લાગ્યા. તો બીજી તરફ લોકડાઉનના પ્રશ્ન પર ૩૯ ટકા લોકોએ કહ્યું કે તેના લીધે કોરોના વાયરસના સંક્રમણને કંટ્રોલ કરવામાં મદદ મળી. જ્યારે ૨૮ ટકાએ કહ્યું કે તેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળી. પરંતુ ઘણી પરેશાનીઓ પણ આવી.HS