જાે હુમલો થશે તો પરમાણુ હથિયારોથી જવાબ આપીશુંઃ કિમ યો જોંગ
નવી દિલ્હી, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉનની બહેન કિમ યો જાેંગે દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેણે કહ્યું, ‘અમે યુદ્ધની વિરુદ્ધ છીએ. પરંતુ જાે દક્ષિણ કોરિયા લશ્કરી મુકાબલો ઈચ્છે તો ઉત્તર કોરિયા સૈન્ય પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.
કિમ જાેંગની બહેન કિમ યો જાેંગ શાસક પક્ષમાં વરિષ્ઠ સરકારી અધિકારી છે. તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાને તાજેતરની ચર્ચા દરમિયાન દેશની સૈન્ય ક્ષમતા વિશે વાત કરી હતી.
તેમના નિવેદનથી પરસ્પર સંબંધો વધુ ખરાબ થયા છે, જેના કારણે સૈન્ય તણાવ વધુ વધ્યો છે. તાજેતરમાં, દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન સુહ વૂકે કહ્યું હતું કે તેમના દેશ પાસે ઘણા પ્રકારની મિસાઇલો છે, જે ચોક્કસ રેન્જ પર પ્રહાર કરી શકે છે. વૂકે કહ્યું કે અમારી મિસાઇલો ઉત્તર કોરિયાના કોઈપણ આધાર પર ચોક્કસ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
એટલું જ નહીં દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રીએ ઉત્તર કોરિયાને પોતાનો દુશ્મન ગણાવ્યો હતો. દક્ષિણ કોરિયાના મંત્રીના આ નિવેદન પર ઉત્તર કોરિયાનું કહેવું છે કે આ નિવેદનના ગંભીર પરિણામો આવી શકે છે.
ઉત્તર કોરિયા ભૂતકાળમાં ઘણી વખત કહી ચૂક્યું છે કે જાે દક્ષિણ કોરિયા અથવા અમેરિકા તેમને પડકાર આપે છે તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. ઉત્તર કોરિયા જે રીતે સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે તેના કારણે દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીએ આવું નિવેદન આપ્યું છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ બાદ વધુ ખતરનાક હથિયારો બનાવવાની જાહેરાત કરી છે. સરમુખત્યાર કિમ જાેંગ ઉને સૈન્ય અધિકારીઓને ઉત્તર કોરિયાના બચાવ માટે વધુ શક્તિશાળી હથિયાર બનાવવાનું ચાલુ રાખવા જણાવ્યું છે. થોડા દિવસો પહેલા ઉત્તર કોરિયાએ લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. ત્યારથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઉત્તર કોરિયા ફરીથી પરમાણુ સક્ષમ મિસાઈલના પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકે છે.SSS