જિંજર સાણંદમાં પોતાની પ્રથમ લીન લક્સ હોટલ શરૂ કરી
અમદાવાદ, જિંજરે સાણંદમાં લીન લક્સ હોટલ ખોલીને ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત કરી છે. આ હોટલ સાથે બ્રાન્ડ ગુજરાતમાં કુલ નવ હોટેલ ધરાવશે અને વધુ બે હોટેલ ખોલવાની યોજના છે.
જિંજરનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દીપિકા રાવે કહ્યું હતું કે, “અમને સાણંદમાં જિંજર ખોલવાની જાહેરાત કરવાની ખુશી છે. અમારી લીન લક્સ ડિઝાઇન ફિલોસોફીની આસપાસ નિર્મિત આ હોટલ યુવાન પ્રવાસીઓને ‘નેવર સ્ટોપ’ લાઇફસ્ટાઇલની સુવિધા આપે છે.”
આ હોટલ વર્ક અને પ્લે વચ્ચેની ભેદરેખાને દૂર કરીને સ્પેસની પુનઃકલ્પના કરે છે તથા વાઇબ્રન્ટ, સાહજિક અને સ્માર્ટ અનુભવ પ્રદાન કરે છે. હોટલના કાફે એટ કેટેરામાં પસંદગીની જાપાનીઝ વાનગીઓ અને ‘ગ્લોકલ’ કમ્ફર્ડ ફૂટ પીરસવામાં આવશે, જેનાથી પર્સનલ વર્કસ્ટેશનની સુવિધા મળી રહેશે. 104 વેલ-એપોઇન્ટેડ રૂમ, કોમ્પ્લિમેન્ટરી વાઇફાઈ, કોન્ફરન્સ રૂમ અને ફિટનેસ સેન્ટર સાથે હોટલ મહેમાનોને રોકાણનો યાદગાર અનુભવ આપશે.
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 35 કિલોમીટરનાં અંતરે સ્થિત સાણંદમાં જિંજર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમનાં ક્ષેત્રમાં સ્થિત છે, જ્યાં ઓટોમોબાઇલ, ફાર્મા અને એફએમસીજી જેવા ઉદ્યોગો કાર્યરત છે. શહેરને જોડતો નેશનલ હાઈવે-17 રોડવે, રેલવે અને પોર્ટનું સારું નેટવર્ક પ્રદાન કરે છે, જેથી પ્રવાસીઓને સુવિધા વધે છે.
આ હોટેલ ખુલવાની સાથે ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) ગુજરાતમાં એની બ્રાન્ડની કુલ 15 હોટેલ ધરાવશે.