Western Times News

Gujarati News

જિંદગી બડી હોની ચાહિએ છોટી નહીં

જીવનની ખરી સાર્થકતા મોટા સુખોમાં નહીં પણ નાના-નાના આનંદોમાં રહેલી છે: આપણી યાદોના ખજાનામાં કેટલીક દુઃખદ ઘટનાઓ પણ સમાયેલી હોય છે

જીવન જીવવાની ખરી સાર્થકતા મોટા મોટા સુખોમાં નહી પણ નાના-નાના આનંદોમાં રહેલી છે. જા આવા નાના-નાના આનંદ માણવાની કલા આવડી જાય તો પણ મીઠી યાદોની મોટી-મોટી ગુણીઓ (બોરીઓ) ભરી શકાય !
વીતેલા જીવનની એક એક ક્ષણ યાદ હોવાનો દાવો આપણાંમાંથી કેટલા એવા હશે કે જે છાતી ઠોકીને કહી શકે કે મને મારા વીતેલા જીવનની એક -એક ક્ષણ યાદ છે ? મોટા ભાગે એવુ બને છે કે હજી ગઈકાલના દિવસોમાં આપણે શું કર્યુ, ક્યાં ગયા, કોને-કોને મળ્યા વિગેરે જેવી મોટી-મોટી વિગતો પણ આપણાં ધ્યાનની બહાર જતી રહેતી હોય છે અને ઘણાંને તો કાલે શું ખાધુ હતું ? તેની પણ ખબર હોતી નથી. પરંતુ એની સામે આપણાં ભૂતકાળની લખલૂંટ યાદોનો ખજાનો પણ હોય છે એવી યાદો જે આપણાં વર્તમાન જીવનનો પાયો છે અને એવી યાદો જે આપણાં જીવનનું સંભારણું પણ બને. એમાંની ઘણીખરી યાદોની ઝીણામાં ઝીણી વિગતો આપણને આજે પણ યાદ હોય છે એ જગ્યા, એ દિવ્સ, ત્યારે ત્યાંનું વાતાવરણ, બોલેલા સંવાદો, એકબીજાને આપેલા પ્રતિભાવો કે ભેટ- સોગાદ આજે પણ ફિલ્મની પટ્ટીની જેમ આપણી નજર સામે તરવરવા લાગે છે.

 

તમે કે મેં ક્યારેય વિચાર્યુ છે કે, વ્યક્તિ તરીકે આપણે એક હોવા છતાં આપણી અંદર જ આવા સાવ સામ-સામા છેડાના વિરોધાભાસ શા માટે જાવા મળે છે ? વાસ્તવમાં આવુ થવા પાછળ જીવન પ્રત્યેનો આપણો અભિગમ જવાબદાર હોય છે. સામાન્ય રીતે આપણે જીવન માત્ર જીવવા પુરતુ જ જીવતા હોઈએ છીએ. આપણાં જીવવામાં ક્યાંક થોડો જરૂરિયાત અને ક્યાંક જબરજસ્તીનો ભાવ જાડાયેલો હોય છે. આપણે આ ભાવ જાણે અજાણ્યે આપણી દરેક ક્રિયા સાથે વહેતો રહે છે એવામાં જયારે આપણે કોઈ નવી ક્રિયા કરીએ છીએ જે આપણાં મનને ગમતી હોય કે આપણા દિલની નજીક હોય તો એમાંથી આપણને આનંદ આવે છે એ ક્રિયાઓ આપણી જરૂરિયાત કે જબરજસ્તી નથી હોતી. પણ જીવનનો આનંદ હોય છે. આવી પ્રવૃતિમાં રચ્યા-પચ્યા હોઈએ ત્યારે આપણે આપણી જાણની બહાર એની એક એક ક્ષણને માણતા હોઈએ છીએ. બીજી રીતે જાઈએ તો આજ એવી ક્ષણો હોય છે જેને આપણે ખરા અર્થમાં જીવતા હોઈએ છીએ. મોટાભાગે આવી ક્ષણો આપણાં જીવનભરનું ભાથુ બની જાય જતી હોય છે.

જોકે એ વાત પણ સાચી છે કે આપણી યાદોના ખજાનામાં કેટલીક દુઃખદ ઘટનાઓ પણ સમાયેલી હોય છે પરંતુ થોડુ વિચારશો તો સમજાશે કે એ બાબતો પણ યાદ રહી જવા પાછળ ઉપરનું જ કારણ જવાબદાર હોય છે. આ કોઈ થિયરી નથી. પરંતુ સાવ સીધુ-સાદુ સત્ય છે કે કોઈપણ ઘટના યાદ રહી જવા પાછળ તમારુ એમાં પૂર્ણપણે ઈન્વોલ્વ હોવુ આવશ્યક છે તમે જેટલા ઘટના સાથે વધારે એકરૂપ થયા હશો એટલી એ તમને વધારે સારી રીતે યાદ રહી જશે.

હવે યાદ કરો એ ક્ષણ જયારે તમે પહેલી વખત તમારી પ્રયસી કે પ્રિયતમનો હાથ પકડયો હતો કે એ ક્ષણ જયારે તમે તમારા બાળકને પહેલી વખત હાથમાં ઉંચકયો હતો એ સ્પર્શ, એનો અહેસાસ હૃદય જે રીતે ધબકારો ચૂકી ગયુ હતું એ અનુભવ આજે પણ તમારી અંદર ક્યાંક ને ક્યાંક સચવાયેલો પડયો હશે ! કારણ કે એ ક્ષણ સાથે તમે એટલા બધાં એકરૂપ થઈ ગયા હતા કે એ ક્ષણ આખીને આખી ઓગળીને અંદર ઉતરી ગઈ હતી અને તમારી અંદર કંઈક જુદુ જ સર્જાયુ હતું.

હવે વિચારો કે જા આવુ જ હોત તો આપણે આપણી રોજબરોજની જિંદગી જ શા માટે એવી રીતે ન જીવીએ કે એની એક-એક ક્ષણ સાચા અર્થમાં જીવી શકાય ! માણી શકાય અને તેનો આનંદ ઉઠાવી શકયા. “જિંદગી બડી હોની ચાહીએ લંબી નહીં” આમ તો આ ડાયલોગ ‘આનંદ’ ફિલ્મનો છે પણ તે આપણને ઘણો મોટો સંદેશ આપી જાય છે. આપણે આ બાબતને નાની ગણીએ છીએ. તેથી કાલે શું કરીશુ, છોકરાઓનું શું થશે, ભાવિ આયોજન કે પછી નિવૃતિ પછી શું કરીશુ. આ બધાંનુ આયોજન કર્યા કરીએ છીએ પરંતુ અત્યારની પળને જાણવા, સમજવા કે માણવાનો વિચાર આપણને ભાગ્યે જ આવે છે. જા સાચુ કહુ તો અસલી જિંદગી જીવવાની મજા સુખ-દુઃખના પ્રસંગોમાં હસી મજાકમાં ખપાવી નાની-નાની વાતોમાં અને ઘટનાઓમાં જ રહેલુ છે જેમકે છાપુ વાંચતા સમયે જીવનસાથી જાડે વાતો કરતી વખતે કે ચા-નાસ્તાના સમયે બે ઘડી દોસ્તો સાથે કરેલી ગમ્મત જાણયા અજાણ્યા માણસની સાથે હસતા-હસતા કરેલી વાતો, પત્ની કે પ્રેયસીના મનામણા રિસામણા આવી નાની-નાની ક્રિયાઓમાં જ ખરુ જીવન સમાયેલુ છે બાકી જા દોમ-દોમ સાહ્યબી છતાં અંતરથી એકાંકી હોવાના કિસ્સા પણ આપણાં સૌ માટે કંઈ અજાણ્યા નથી. આથી જીવનમાં ભરવી જ હોય તો નાની-નાની ખુશીઓની મીઠી યાદોને તમારા હૃદયમાં ઉતારજો જે ક્યારેય ભૂલી શકવાના નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.