જિંદાલ સ્ટીલ અને પાવર પર EDના દરોડાઃ દિલ્હી અને ગુરૂગ્રામમાં સર્ચ ઓપરેશન

અમદાવાદ, ભારતના વધુ એક ધનાઢ્ય બિઝનેસ સમૂહ તપા એજન્સીઓના રડાર પર આવી છે. Jindal Steel & Power Ltd. પર EDએ ગુરૂવારે સવારે તવાઈ બોલાવી હતી. અહેવાલ અનુસાર JSPLના અનેક ઠેકાણાં પર ઈડીએ કાર્યવાહી શરૂ કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે FEMA ઉલ્લંઘનના આરોપો હેઠળ દિલ્હી અને ગુરૂગ્રામમાં JSPL પરિસરમાં સર્ચ હાથ ધર્યું છે. કંપનીના અનેક ઠેકાણા પર હાલ સર્ચ ચાલુ છે. કંપનીએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.
2021માં JSPL ભારતની પાંચમી સૌથી મોટી ક્રૂડ સ્ટીલ ઉત્પાદક કંપની હતી અને Tata Steel, JSW સ્ટીલ, સરકારી કંપની SAIL અને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AMNS India) સાથે સ્પર્ધા કરે છે.
આ અહેવાલ બાદ જિંદાલ સ્ટીલના શેરમાં 6 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો છે. માર્ચ મહિનાના મધ્ય બાદ કંપનીના શેરમાં આજે સૌથી મોટા ઈન્ટ્રાડે ઘટાડો જોવ અમળ્યો હતો.