જિતિન પ્રસાદ બાદ હવે સચિન પાટલોટ ભગવો ધારણ કરશે : રીતા બહુગુણા
નવીદિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખીને ભાજપમાં સામેલ થયા બાદ હવે સચિન પાયલટની ભાજપમાં આવવાની અટકળો તેજ થઈ છે. ભાજપના નેતા રીતા બહુગુણા જાેશીએ કહ્યું કે જલદી સચિન પાયલટ ભાજપમાં આવી જશે, આ અંગે તેમને ફોન પણ કર્યો હતો.
આ નિવેદન બાદ સચિન પાયલટે કહ્યું કે ‘રીતા બહુગુણા જાેશીએ કહ્યું કે તેમણે સચિન સાથે વાત કરી છે. તેમણે સચિન તેન્દુલકર સાથે વાત કરી હશે. તેમનામાં મારી સાથે વાત કરવાની હિંમત નથી.’
વર્ષ ૨૦૧૭માં યુપી વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જ રીતા બહુગુણા જાેશીએ કોંગ્રેસનો પંજાે છોડીને કમળ પકડી લીધુ હતું.
ત્યારબાદ પાર્ટીએ તેમને લખનૌની સીટથી ટિકિટ આપી જ્યાંથી તેઓ વિધાયક હતા. ચૂંટણી જીત્યા બાદ તેમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા. ત્યારબાદ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં તેમને અલાહાબાદ બેઠકથી લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. યુપીના પૂર્વ સીએમ દિવંગત હેમવતી નંદન બહુગુણાના પુત્રી રીતા બહુગુણા જાેશી યુપી કોંગ્રેસના અધ્યક્ષ અને કોંગ્રેસની મહિલા વિંગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.