જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીના વરદહસ્તે ‘આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીશ્રી સ્મૃતિ સર્કલ’નું ઉદ્ઘાટન

અમદાવાદ, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં ન્યુ રાણીપ – અમદાવાદ ખાતે “આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીશ્રી સ્મૃતિ સર્કલ” નું
શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ – સાબરમતી, મુખ્ય મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દશરથભાઇ એચ. પટેલ- રાણીપ, ભારતીય જનતા પાર્ટી રાણીપ નગર વોર્ડ પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. ઠાકર વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વેદના મંત્રોચાર સહ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ અવસરે મણિનગર – અમદાવાદથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ વિશાળ સંત મંડળ સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર, ન્યુ રાણીપ ખાતે પધાર્યા હતા. મંદિરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં દર્શન કર્યા હતાં.
ત્યારબાદ સ્વર્ણિમ રથમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને પુષ્પ હાર પહેરાવી આરતી ઉતારી અને દર્શન કરી રથમાં બિરાજમાન થયા હતા. અને આ રથને ખેંચવાનો લ્હાવો ધારાસભ્યશ્રી તથા કાઉન્સિલરશ્રી તથા હરિભક્તોએ લીધો હતો.
મંદિરથી સર્કલ સુધી સંતો હરિભક્તો સહ વાજતે ગાજતે પધાર્યા બાદ સર્કલનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.