Western Times News

Gujarati News

જિતેન્દ્ર કુમાર જયન્ત દ્વારા અમદાવાદ મંડળ પર વરિષ્ઠ જનસંપર્ક અધિકારીનો કાર્યભાર સંભાળ્યો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આજ રોજ શ્રી જિતેન્દ્ર કુમાર જયન્તે મંડળ પર કાર્યરત શ્રી પ્રદીપ શર્મા, જનસંપર્ક અધિકારીને કાર્યમુક્ત કરીને વરિષ્ઠ જનસંપર્ક અધિકારીના રૂપે કાર્યભાર સાંભળ્યો. આ પહેલા શ્રી જયન્ત રતલામ મંડળના ઇંદૌરમાં વરિષ્ઠ જનસંપર્ક અધિકારીના પદ પર કાર્યરત હતા.

શ્રી જયન્ત જૂન, 1996 ના જનસંપર્ક કેડરના અધિકારી છે અને પશ્ચિમ રેલ્વેના જયપુર મંડળ પર પ્રથમ નિયુક્ત થયા હતા તથા ઉત્તર પશ્ચિમ રેલ્વેના ગઠન પછી ઉત્તર પશ્ચિમ રેલ્વે મુખ્યાલય પર પણ કાર્ય કરી ચૂક્યા છે. તદુપરાંત પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જનસંપર્ક વિભાગને હાઇ ટેક કરવા બદલ 2008 માં મહાપ્રબંધક દ્વારા શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પણ પુરસ્કારિત કરવામાં આવ્યા હતા.

શ્રી જયન્ત દ્વારા માનનીય પ્રધાનમંત્રી સ્તરના ચાર કાર્યક્રમોમાં મીડિયાના સંચાલનની સાથે સાથે માનનીય રેલ મંત્રી, રેલ રાજ્ય મંત્રી તથા અધ્યક્ષ લોક સભા સ્તરના વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મંડળ પર કાર્યભાર ગ્રહણ કર્યા બાદ રેલવે તથા મીડિયાના પરસ્પર સંપર્કને સ્થાપિત કરીને રેલવે દ્વારા કરવામાં આવી રહેલ કાર્યોની જાણકારી લોકો સુધી પહોંચાડવાનું રહેશે અને મીડિયા પ્રતિનિધિયોને સમયસર સાચી જાણકારી પૂરી પાડવાની વચનબદ્ધતા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.