જિનપિંગની ટીકા કરનારાને ૧૮ વર્ષની જેલની સજા થઇ

બેઈજિંગ, કોરોના વાયરસ મુદ્દે રાષ્ટ્રપતિ શી જિનપિંગની કામગીરીની જાહેરમાં ટીકા કરનારા ચીનના અબજોપતિને જેલમાં જવાનો વારો આવ્યો છે. ચીન સરકારની રિયલ એસ્ટેટ કંપની ના પૂર્વ અધ્યક્ષ રેન જીકીઆંગને ભ્રષ્ટાચારના આરોપમાં ૧૮ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ પહેલા તેમને કોમ્યુનિસ્ટ પાર્ટી માંથી પણ હકી કાઢવામાં આવ્યા હતા.
ચીની એક અદાલતે જીકીઆંગને ભ્રષ્ટાચાર માટે દોષી ઠેરવ્યા છે .તેમના પર કરોડો ડોલરની લાંચ લેવાનો આરોપ હતો. જજે તેમને અઢાર વર્ષની જેલ તેમજ છ લાખ ડોલર દંડ પણ કર્યો છે. કોર્ટે પણ કહ્યું હતું કે તેમણે પોતાના તમામ આરોપો સ્વીકારી લીધા છે. અમેરિકન મીડિયા ના કહેવા પ્રમાણે ચીનમાં નેતાઓ પર સવાલ ઉઠાવનારા લોકોને ઘણી વખત ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને જેલમાં નાખી દેવામાં આવે છે. રેને માર્ચ મહિનામાં એક ઓનલાઇન લેખ લખ્યો હતો જેમાં જિનપિંગની ટીકા કરી હતી અને લખ્યું હતું કે કોરોના વાયરસ સાથે કામ પાર પાડવામાં જિનપિંગ નિષ્ફળ ગયા છે.SSS
![]() |
![]() |