Western Times News

Gujarati News

જિનપિંગ નિષ્ઠૂર વ્યક્તિ છે, તેનામાં લોકશાહીની સમજ નથી: જો બિડેન

વોશિંગ્ટન, અમેરીકાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે ચીનને લઈને તેનું વલણ બદલવાનું નથી. જોકે રાષ્ટ્રપતિ જો બિડેને એટલું ચોક્કસથી કહ્યું કે, ચીન સાથે અમેરીકાની પ્રતિદ્વંદિતા બે વૈશ્વિક શક્તિઓ વચ્ચે સંઘર્ષની જગ્યાએ પ્રતિસ્પર્ધાનું રૂપ લેશે. આ પહેલા પણ અમેરીકાના વિદેશમંત્રીએ કહ્યું હતું કે, ચીનની વિસ્તારવાદી આદતોનું અમેરીકા વિરોધ કરતું રહેશે.

જો બિડેને એક ઈન્ટરવ્યૂમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લઈને નિવેદન આપ્યું છે. બિડેને કહ્યું કે, તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદથી અત્યાર સુધી જિનપિંગ સાથે વાત નથી કરી. તેઓ ખુબ નિષ્ઠૂર વ્યક્તિ છે. તેમનામાં લોકશાહીની સમજ નથી. એક લોકશાહી દેશનું નેતૃત્વ કરવા માટે જે ગુણ હોવા જોઈએ તે જિનપિંગમાં નથી.

તેમણે કહ્યું કે, મને નથી લાગતુ કે હું તેમની કોઈ ટીકા કરી રહ્યો છું, હું જે કહી રહ્યો છે તે સત્ય છે. શી જિનપિંગની બોડીમાં એક લોકશાગી, નાની Dનું હાડકું નથી. બિડેનના આ નિવેદન બાદ અત્યાસ સુધીમાં ચીનનું કોઈ નિવેદન સામે આવ્યું નથી પરંતુ એ નક્કી છે કે, જિનપિંગને પોતાની આ પ્રશંશા પસંદ નહી આવે. અમેરીકન પ્રમુખના આ કટાક્ષી બંન્ને દેશો વચ્ચે તણાવ વધારી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.