જિયા ખાન આત્મહત્યા મામલે સૂરજ પંચોલીને રાહત મળી
મુંબઈ. અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસ ઘણા વર્ષોથી ચર્ચામાં છે અને તેના નિધન બાદ તેના દોસ્ત અને અભિનેતા સૂરજ પંચોલી પર ઘણા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા જેને લઈને કેસ ચાલી રહ્યો છે. થોડા થોડા સમયે આ કેસને લઈને અપડેટ આવતી રહે છે. આ કેસ બાદ સૂરજ પંચોલીને જેલમાં પણ જવુ પડ્યુ હતુ પરંતુ હાલમાં એક એવા સમાચાર આવી રહ્યા છે જે સૂરજ પંચોલી માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે.
સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાનના પરિવાર તરફથી દાખલ કરેલ તપાસ અરજીને રદ કરી દીધી છે. આ અજીને દિવંગત અભિનેત્રીની મા અને સીબીઆઈએ દાખલ કરી હતી જેને અદાલતે મંજૂરી આપી નથી. સૂરજ પંચોલી પર ઘણા ગંભીર આરોપ લાગ્યા છે પરંતુ સૌથી મોટો આરોપ એ છે કે તેણે જિયા ખાનને સુસાઈડ માટે ઉકસાવી હતી. જાે કે તેને લઈને કોઈ પુરાવા મળ્યા નથી અને લાગી રહ્યુ છે કે સૂરજ પંચોલીને ઘણી રાહત મળશે.
આ કેસને અત્યાર સુધી ૮ વર્ષ વીતી ચૂક્યા છે પરંતુ કોઈ પ્રકારનો ચુકાદો અદાલત તરફથી સંભળાવવામાં આવ્યો નથી. વર્ષ ૨૦૧૩માં જૂનની ત્રીજી તારીખે સહુ કોઈ ચોંકી ગયા હતા જ્યારે ગજનીની અભિનેત્રી જિયા ખાનનુ શબ તેના મુંબઈ સ્થિત ઘરમાં મળી આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે સૂરજ પંચોલી આદિત્ય પંચોલીનો દીકરો છે અને તે જિયા ખાનના મોત બાદથી વિવાદોમાં છે.
જાે કે સલમાન ખાને તેની એન્ટ્રી ફિલ્મ હીરોથી બૉલિવુડમાં કરાવી પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહિ. આ ફિલ્મમાં સૂરજ પંચોલી સાથે સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પણ હતી.HS