જિયોએ ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફર જાહેર કરી
સ્માર્ટફોન યુઝર્સ માટે 8 ટકા ડિસ્કાઉન્ટ રેટ સાથે વાર્ષિક રિચાર્જ પ્લાન જાહેર થયો, ઓફર આજથી શરૂ થઈ મુંબઈઃ રિલાયન્સ જિયોએ 8 ટકા વધારે સસ્તો નવો વાર્ષિક ટેરિફ પ્લાન જાહેર કરીને એને લોંચ કર્યો છે. ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફર 24 ડિસેમ્બર, 2019થી શરૂ થશે, જેમાં સ્માર્ટફોન યુઝર્સને રૂ. 2020માં એક વર્ષ અનલિમિટેડ સર્વિસીસ મળશે. આ રિચાર્જ સાથે યુઝર્સને 365 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ, એસએમએસ અને જિયો એપ્સ મળશે.
ડિસેમ્બર, 2019નાં પ્રથમ અઠવાડિયામાં ટેરિફમાં વધારો જાહેર કર્યા પછી આખા વર્ષનો ટેરિફ પ્લાન રૂ. 2,199નો જાહેર થયો હતો, જેમાં યુઝર્સને 365 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ, એસએમએસ અને જિયો એપ્સ મળે છે. હવે આ જ સેવાઓ 8 ટકા ડિસ્કાઉન્ટ રેટ એટલે કે રૂ. 2020માં ઉપલબ્ધ છે.
નવી ઓફર અંતર્ગત દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ અને અન્ય સેવાઓ ફક્ત રૂ. 5.53માં મળશે, જે અગાઉ દરરોજ રૂ. 6.02માં મળતી હતી. જિયોફોનનાં નવા યુઝર્સ માટે ‘2020 હેપ્પી ન્યૂ યર’ રોમાંચક ઓફર છે. ફક્ત રૂ. 2020માં યુઝરને નવો જિયોફોન 12 મહિનાની અનલિમિટેડ સર્વિસીસ સાથે મળશે. એમાં દરરોજ 500 એમબી ડેટા પણ સામેલ છે.