જિયોનાં કર્મચારીઓ ‘જિયો સ્વચ્છ રેલ અભિયાન’માં સામેલ થયા
‘સ્વચ્છતા હી સેવા’ Swatchhatahiseva પહેલ હેઠળ જિયો સ્વચ્છ રેલ અભિયાનમાં અમદાવાદમાં અમદાવાદ રેલવે સ્ટેશનમાં સક્રિય ભાગીદારી જોવા મળી હતી. ભારતમાં સ્વચ્છ રેલ અભિયાન આશરે 900 રેલવે સ્ટેશન પર હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં જિયોનાં 2,000 થી વધારે કર્મચારીઓ, એસોસિએટ્સ, પાર્ટનર્સ અને તેમનાં પરિવારનાં સભ્યોએ ગુજરાતમાં 50 થી વધારે સ્ટેશન પર ‘સ્વચ્છતા હી સેવા’ પહેલ હાથ ધરી હતી.
સ્વચ્છ ભારતનાં સંદેશને આગળ વધારવા જિયોએ 28 સપ્ટેમ્બર, 2019ને શનિવારનાં રોજ વિવિધ શહેરો અને નગરોમાં એકસાથે આશરે 900 રેલવે સ્ટેશનો સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ વાતાવરણ ઊભું કરવા માટે જિયો સ્વચ્છ રેલવે અભિયાનમાં 25000થી વધારે લોકોની ભાગીદારી જોવા મળી હતી, જેમાં જિયોનાં કર્મચારીઓ, એસોસિએટ્સ, પાર્ટનર્સ અને તેમનાં પરિવારનાં સભ્યો સામેલ હતાં. ભારતનાં સૌથી મોટાં સ્વચ્છતા અભિયાનમાનાં એક અભિયાનમાં જિયોનાં કર્મચારીઓએ સ્વચ્છ રેલવે સ્ટેશનો સાથે સામાન્ય લોકોનાં લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક અસર કરી હતી.
સહભાગીઓએ એન્ટ્રી પોઇન્ટ, વેઇટિંગ રૂમો, ઓપન સિટિંગ એરિયા, ફૂટ ઓવર બ્રિજ અને વેન્ડર એરિયામાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું, જેણે સ્વચ્છ ભારત અભિયાનમાં પ્રદાન કર્યું હતું. એકત્ર થયેલું બોટલ, ફૂડ પેકેજિંગ, સ્ટ્રો, સ્પૂન કે કેરી બેગ્સ જેવી સિંગલ યુઝ પ્લાસ્ટિક્સનો નિકાલ પર્યાવરણને સૌથી વધુ અનુકૂળ રીતે વિશેષ સંસ્થાઓની મદદ સાથે કરવામાં આવશે.