Western Times News

Gujarati News

‘જિયો-બીપી પલ્સ’ બ્રાન્ડેડ બેટરી સ્વેપિંગ સ્ટેશનના ઍક્સેસ સાથે ઝોમાટોને EV મોબિલિટી સરળ બનાવશે

ઝોમાટોની ઇલેક્ટ્રિક વ્હિકલ સફરને જિયો-બીપીનો પાવર મળશે

મુંબઈ, RIL અને બીપી વચ્ચેના ફ્યુઅલ તથા મોબિલિટી ક્ષેત્રના સંયુક્ત સાહસ જિયો-બીપીએ આજે જાહેરાત કરી છે કે તેઓએ 2030 સુધીમાં 100% ઇલેક્ટ્રિક વ્હિકલ ફ્લીટ તૈયાર કરવાની ક્લાઈમેટ ગ્રુપની ઇવી100 પહેલ પ્રત્યેની ઝોમાટોની પ્રતિબદ્ધતાને સમર્થન આપવા માટે કરાર કર્યો છે.

આ કરાર અંતર્ગત જિયો-બીપી લાસ્ટ માઇલ ડિલિવરી માટે ‘જિયો-બીપી પલ્સ’ બ્રાન્ડેડ બેટરી સ્વેપિંગ સ્ટેશનના ઍક્સેસ સાથે ઝોમાટોને ઇવી મોબિલિટીની સેવાઓ પૂરી પાડશે.

ઇલેક્ટ્રિફિકેશનમાં આરઆઇએલ અને બીપીની શ્રેષ્ઠ ક્ષમતાઓનો ઉપયોગ કરીને જિયો-બીપી એક એવી ઇકોસિસ્ટમ બનાવી રહી છે જે ઇવી મૂલ્ય શૃંખલામાં તમામ હિતધારકોને લાભકર્તા નીવડશે. ગયા વર્ષે જિયો-બીપીએ ભારતના બે સૌથી મોટા ઇવી ચાર્જિંગ હબનું નિર્માણ અને લોન્ચિંગ કર્યું હતું.

સંયુક્ત સાહસનો ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ ભારતીય ગ્રાહકોને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે, જે ‘જિયો-બીપી પલ્સ’ બ્રાન્ડ હેઠળ કાર્યરત છે. જિયો-બીપી પલ્સ મોબાઈલ એપ વડે ગ્રાહકો સરળતાથી નજીકના ચાર્જિંગ સ્ટેશનો શોધી શકે છે અને તેમના ઈવીને કોઈપણ મુશ્કેલી વગર આસાનીથી ચાર્જ કરી શકે છે.

ઝડપથી વિકસતા ભારતીય ડિલિવરી અને ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટમાં ઇવીને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા માટે આ સંયુક્ત સાહસ તૈયાર છે.

હાઇ-પર્ફોર્મન્સ ધરાવતી બેટરીઓ શ્રેષ્ઠ ઓન-રોડ રેન્જમાં પરિણમે છે અને સ્વેપિંગમાં માત્ર બે મિનિટનો સમય લાગે છે, બેટરી સ્વેપિંગ બે અને ત્રણ પૈંડાના વાહનો માટે એક આદર્શ ઉકેલ બની રહ્યો છે, ખાસ કરીને જેઓ લાસ્ટ-માઇલ ડિલિવરી સેગમેન્ટમાં કાર્યરત હોય છે તેમના માટે. તેથી લાસ્ટ માઇલ ડિલિવરી અને પેસેન્જર સેગમેન્ટના ઇલેક્ટ્રિફિકેશનમાં બેટરી સ્વેપિંગ મુખ્ય ભૂમિકા નિભાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.